સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત, કૃભકોની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ત્રણેય પેનલનો વિજય
Jayesh Radadiya: સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો શરૂઆતથી જ યથાવત્ રહ્યો છે. કૃભકો ખાતર કંપની દ્વારા ડેલિગેટની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની તમામ પેનલનો વિજય થયો છે. આ ચૂંટણીમાં 101 ડેલિગેટ મેદાનમાં ઉતર્યા હતા, જેમાં જયેશ રાદડિયાની પેનલે વિજય થતાં ફરી એકવાર સહકારી ક્ષેત્રમાં પોતાની પકડનો પરચો બતાવી દીધો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં રાદડિયા પરિવારનો દબદબો રહ્યો છે જયેશ રાદડિયા ના પિતા વિઠ્ઠલ રાદડિયા સહકારી ક્ષેત્રમાં જે ક્રાંતિ લાવ્યા તેના કારણે આજે પણ જયેશ રાદડિયા આ સહકારી વારસાના મીઠા ફળ ખાઈ રહ્યા છે.
તાજેતરમાં ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો હતો, ત્યારબાદ હવે કૃભકો દ્વારા ડેલિગેટની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લા સહિતની ત્રણેય પેનલમાં જયેશ રાદડિયાની વિજય થયો હતો.