ભાજપના સ્ટાર પ્રચારકોમાં જયેશ રાદડીયાનું નામ કટ
રાજકોટના ઉદય કાનગડને પ્રચારક બનાવ્યા પણ : જેતપુરમાં રાજકારણ ગરમાયું,ભાજપ-કોંગ્રેસના 40 પ્રચારકો સ્થાનિક સ્વરાજ્યમાં સત્તા માટે પ્રચાર કરશે
રાજકોટ, : ગુજરાત ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની યોજાનાર ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઈ છે તેમાં રાજકોટના રૂપાણી સહિત અનેક નેતાઓના નામ નથી પરંતુ, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડનું નામ છે ત્યારે તાજેતરમાં ખોડલધામ ચેરમેન ઉપર નામ લીધા વગર પ્રહારો કરનાર જયેશ રાદડીયાનું નામ કટ કરવામાં આવતા ચર્ચા જાગી છે.
જેતપુરથી અહેંવાલ મૂજબ ભાજપની આ યાદીમાં તાજેતરમાં જેતપુરના વર્તમાન પ્રમુખ સુરેશ સખરેલિયા અને કલ્પેશ રાંકના નામની બાદબાકી કરાઈ તે માટે જેના પર ઠીકરૂં ફોડવામાં આવ્યું તે પ્રશાંત કોરાટને પણ સ્ટાર પ્રચારક બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના અને કોંગ્રેસના 20-20સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દેવાઈ છે અને આ પ્રચારકો આગામી આઠેક દિવસ સુધી ચૂંટણી જીતવા માટે પ્રચાર કરશે.