Get The App

ગુજરાતમાં મહેસૂલી આવક વધારવા જંત્રીનો દર બમણો કરાયો,સોમવારથી નવી જંત્રી અમલી થશે

રાજ્યમાં સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ નવી જંત્રી અમલમાં આવશે

Updated: Feb 4th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં મહેસૂલી આવક વધારવા જંત્રીનો દર બમણો કરાયો,સોમવારથી નવી જંત્રી અમલી થશે 1 - image




ગાંધીનગર, 4 જાન્યુઆરી 2023 શનિવાર

ગુજરાતમાં જંત્રી દરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લીધો છે. જેને લઈ મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી તેમના સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. હવે સરકાર દ્વારા રાજ્યમાં જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  હવે 11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે તેવી માહિતી મળી છે. સોમવારથી રાજ્યમાં નવી જંત્રીનો દર અમલી થશે.

11 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના ભાવ વધશે
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જંત્રોનો દર બમણો કરાયો છે. સમગ્ર રાજ્યમાં આ દર સોમવારથી અમલી બનશે. હાલમાં એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં આવશે. બીજી બાજુ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ નવી જંત્રી અમલમાં આવશે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, આજે મોડી રાત સુધીમાં જંત્રી અંગેનો પરિપત્ર જાહેર થઈ શકે છે. 11 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના નવા દર અમલમાં આવશે. 

હાલ જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે પરથી નક્કી કરાશે
સરકાર દ્વારા નવી જંત્રીનો અમલ કરતાં પહેલા તેના દર સુધારવા માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરોને જિલ્લાના સ્ટોક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે મિટિંગ યોજીને તેમના સૂચનો અને રજૂઆત મેળવવા જણાવાયું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટરના અભિપ્રાય સાથે તેને વિભાગમાં મોકલી આપવા માટે પણ સૂચના અપાઈ હતી. જે બાદમાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર વિવિધ વિસ્તારમાં હાલ જમીનના ભાવ શું ચાલી રહ્યા છે તે નક્કી કરશે. 

2011માં જંત્રીના દર અમલમાં આવ્યા હતા 
મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. તે ભાવ ખૂબ ઊંચા હોવાથી વિરોધ થતાં અને સરકારમાં રજૂઆત કરતાં તેને ધ્યાને લઈ 2011ના એપ્રિલ માસમાં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જે હાલ અમલમાં છે. 2019ના ઠરાવથી નિયત સમય મુજબ જાન્યુઆરી-2023માં જ જંત્રી સર્વેની કામગીરી શરૂ કરવા સરકારે નિર્ણય લીધો છે. જેની આગામી બજેટ સત્ર દરમિયાન જાહેરાત કરવામાં આવી શકે છે. 


Google NewsGoogle News