Get The App

જામનગરના કુખ્યાત દીવલા ડોને ફરી પોત પ્રકાશયું: એક મહિલાના ઘરે હંગામો મચાવી ધારીયા વડે હુમલો કરી દીધાની ફરિયાદ

Updated: Nov 24th, 2024


Google News
Google News
જામનગરના કુખ્યાત દીવલા ડોને ફરી પોત પ્રકાશયું: એક મહિલાના ઘરે હંગામો મચાવી ધારીયા વડે હુમલો કરી દીધાની ફરિયાદ 1 - image


જામનગર શહેરમાં રાંદલ નગર વિસ્તારમાં ગઈકાલે કુખ્યાત દિવલા ડોને ફરીથી પોત પ્રકાશયું છે, અને એક મહિલાના ઘર પાસે જઈ અપશબ્દો બોલી હંગામો મચાવ્યા પછી મહિલા પર ધારીયા વડે હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જેને પોલીસ શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર શેરી નંબર-2ના છેડે રહેતી ભારતીબા રાજેન્દ્રસિંહ જાડેજા નામની 40 વર્ષની મહિલા ગઈકાલે પોતાના ઘેર હતી, જે દરમિયાન શાંતિનગર વિસ્તારમાં જ રહેતો કુખ્યાત દિવ્યરાજ ઉર્ફ દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ નામનો શખ્સ કે જેણે મહિલાના ઘર પાસે આવીને અપશબ્દો બોલીને હંગામો મચાવ્યો હતો.

આથી મકાન માલિક ભારતી બા ઘરની બહાર આવ્યા હતા, અને પોતાના ઘર પાસે અપશબ્દો નહીં બોલવા અને અહીંથી ચાલ્યા જવાનું કહ્યું હતું. જેથી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ઉસકેરાઈ ગયો હતો, અને પોતાના પાસે રહેલા ધારીયા વડે ભારતીબા ના માથા પર તથા પીઠના ભાગે હુમલો કરી દેતાં ઇજા થવાથી તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

જે બનાવ અંગે પોલીસને જાણ થતાં સિટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. ડી.જે. રાજ બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને ભારતીબા જાડેજા ની ફરિયાદના આધારે આરોપી દિવ્યરાજસિંહ સામે ગુન્હો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.

Tags :
JamnagarDonAttack

Google News
Google News