જામનગરના બેડી મરિન પોલીસે દરિયામાં નિર્ધારિત સંખ્યા કરતાં વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર વધુ એક બોટના ટંડેલ સામે ગુનો નોંધ્યો
જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મેરિન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન વધુ એક માછીમારી બોટનો ટંડેલ પોતાને મળેલી પરમિટ કરતાં વધારે ક્રૂ મેમ્બર લઈને માછીમારી કરવા જઈ રહ્યો હોવાથી પોલીસની ટીમ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે બેડી મરીન પોલીસ મથકમાં પરમિટ ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર ના બેડી વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો સદામ મામદ કક્કલ નામનો માછીમાર યુવાન 'દરિયાઈ જાફરી' નામની માછીમારી બોટ ધરાવે છે, જેમાં બોટનું રજીસ્ટ્રેશન કરાવીને કુલ ત્રણ ક્રૂ મેમ્બર ની પરમીટ મેળવી હતી, અને તેણે ત્રણ ક્રૂ મેમ્બર સાથે દરિયામાં માછીમારી કરવાની છૂટ હોય છે.
પરંતુ ગઈકાલે પોતાની માછીમારી બોટમાં વધુ ૩ મેમ્બરને સાથે રાખીને દરિયામાં ઊતર્યો હોવાથી ચેકિંગ દરમિયાન બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. અને તેમની ટિમ ને ધ્યાનમાં આવ્યું હતું.
જેથી તેઓએ જાતે ફરિયાદી બની બોટના ટંડેલ ઇન્દ્રીશ રઝા શોકતઅલી કેર સામે પરમીટ ભંગ અંગેની ગુજરાત ફિશરિઝ એક્ટ ની કલમ ૨૧ (૧) ચ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં બોટ ના ટંડેલની અટકાયત કરી લેવામાં આવી છે.