Get The App

જામનગરના યુવાનને જૂની અદાવતનું મન દુઃખ રાખીને ધાકધમકી : કોર્ટ કેસની તારીખમાં હાજર નહીં રહેવા ધમકાવ્યો

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
જામનગરના યુવાનને જૂની અદાવતનું મન દુઃખ રાખીને ધાકધમકી : કોર્ટ કેસની તારીખમાં હાજર નહીં રહેવા ધમકાવ્યો 1 - image


Jamnagar : જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર-1 માં રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે શંકર ટેકરી વિસ્તારમાં જ રહેતા ઈમરાન ઉર્ફે ઇમલો વેલ્ડરિયો ઇસ્માઈલભાઈ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પૃથ્વીરાજસિંહ અને આરોપી ઇમરાનને અગાઉ તકરાર થઈ હતી. જે અંગે પૃથ્વીરાજસિંહે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગેનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે, અને તેની આગામી 27 ડિસેમ્બરની તારીખ છે.

જે મુદ્દતમાં ફરીયાદીને હાજર નહીં રહેવા માટે ઇમરાને  ધાકધમકી આપતાં આખરે મામલો ફરીથી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બીજી પોલીસ ફરિયાદ કરાઈ છે.



Google NewsGoogle News