Get The App

જામનગરના યુવાન પર ધારદાર હથીયારના ઘા જીકાતાં ભારે નાસભાગ : યુવાન ગંભીર રીતે ઘાયલ

Updated: Feb 17th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરના યુવાન પર ધારદાર હથીયારના ઘા જીકાતાં ભારે નાસભાગ : યુવાન ગંભીર રીતે ઘાયલ 1 - image


Jamnagar Crime : જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં ગઈ રાત્રે એક યુવાન પર કેટલાક શખ્સો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો, જેના કારણે ભારે નાસભાગ થઈ હતી.

 ચારથી પાંચ શખ્સો દ્વારા તિક્ષણ હથિયારના એકથી વધુ ઘા ઝીંકી દેવાતાં માનવ વઘોરા નામના 31 વર્ષના સ્થાનિક યુવાનને શરીરના અનેક ભાગોમાં હથીયારના ઘા વાગ્યા હતા, અને લોહી લુહાણ બન્યો હતો. 

દરમિયાન 108 ની ટુકડીને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયારે હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. 

આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલને તેમજ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનની ઘનિષ્ઠ સારવાર ચાલી રહી છે.

Tags :