લાલપુરના મોટી ખાવડીમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત
Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટીખાવડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા એક પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે મેઘપર પોલીસ તપાસ ચલાવે છે.
મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ લાલપુર તાલુકાના મોટી ખાવડીમાં ઓરડી ધરાવતા રણજીતસિંહ જાડેજાની ઓરડીમાં ભાડેથી રહેતા પવન કુમાર બ્રહ્મદેવ રાય નામના શખ્સે પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણસર પંખામાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકની સાથે રહેતા સંજીવકુમાર જગન્નાથ રાયએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.