Get The App

જામનગરની પરિણીતાને દહેજ ભૂખ્યા સાસરીયાઓનો ત્રાસ : શારીરિક દુઃખ આપી માવતરેથી દહેજ માટે ત્રાસ ગુજાર્યાની ફરિયાદ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
જામનગરની પરિણીતાને દહેજ ભૂખ્યા સાસરીયાઓનો ત્રાસ : શારીરિક દુઃખ આપી માવતરેથી દહેજ માટે ત્રાસ ગુજાર્યાની ફરિયાદ 1 - image


Dowry Case Jamnagar : જામનગરમાં ભંભાવડ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેણીના દહેજ ભૂખ્યા સાસરીયાઓએ ત્રાસ ગુજારી મવતરેથી પૈસા લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢતાં તેણી એ મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે, અને દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

 જામનગરમાં રતનબાઇ મસ્જિદ નજીકના વિસ્તારમાં રહેતી જસ્મીનબેન રિઝવાનભાઈ ચરિયા નામની 26 વર્ષની પરિણીતાને તેણીના દહેજ ભૂખ્યા સાસરીયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી માવતરેથી પૈસા લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી.

 આથી તેણી એ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના દહેજ ભૂખ્યા પતિ રિઝવાન હુસેનભાઇ, સસરા હુસેનભાઇ મુસાભાઇ, સાસુ કુલસુમબેન હુસેનભાઇ, જેઠ ફિરોજ હુસેનભાઈ, જેઠાણી હસીનાબેન ફિરોજભાઈ, જેઠ સરફરાજ હુસેનભાઇ, જેઠાણી ફરજાનાબેન સરફરાજભાઈ, હુસેનભાઈ અને નણદોયા શહેઝાદ હારુનભાઈ ચાકી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News