Get The App

જામનગર આવતી કાલે ખોડલધામ દ્વારા તૈયાર કરાયેલા ખોડલ માઁ ના રથ નું સ્વાગત અને મહા આરતી બાદ વોર્ડ નાં 15 માં પરિભ્રમણ કરશે

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
જામનગર આવતી કાલે ખોડલધામ દ્વારા તૈયાર કરાયેલા ખોડલ માઁ ના રથ નું સ્વાગત અને મહા આરતી બાદ વોર્ડ નાં 15 માં પરિભ્રમણ કરશે 1 - image


ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અંતર્ગત ખોડલ માઁ નો રથ તૈયાર કરવામાં આવ્યો છે, જે આવતીકાલે સવારે જામનગર શહેરના વોર્ડ નાં ૧૫ માં પ્રવેશ કરશે, જ્યાં ભવ્ય સ્વાગત કરીને મહા આરતી કરવામાં આવશે, ત્યારબાદ સમગ્ર વોર્ડ નંબર ૧૫માં પરીભ્રમણ કરશે. જેના માટે તૈયારી ચાલી રહી છે, અને માતાજીના ઠેર - ઠેર વધામણા કરાશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત "કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર' અંતર્ગત જામનગર શહેરમાં વોર્ડ નં.૧૫  માં શ્રી ખોડીયાર માતાજીની શોભાયાત્રા તથા દરેક સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ માઁ ખોડલનો રથ અને બીજો કેન્સર હોસ્પિટલની થીમ દ્વારા રથ તૈયાર કરવામાં આવ્યો છે.

જામનગર આવતી કાલે ખોડલધામ દ્વારા તૈયાર કરાયેલા ખોડલ માઁ ના રથ નું સ્વાગત અને મહા આરતી બાદ વોર્ડ નાં 15 માં પરિભ્રમણ કરશે 2 - image

જે બન્ને રથ આવતીકાલે શુક્રવાર ને તા ૨૭ ડિસેમ્બરના રોજ વોર્ડ નંબર ૧૫ ના અલગ અલગ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. અને સમગ્ર વોર્ડ નંબર ૧૫ મા માતાજીના ઠેર - ઠેર વધામણા કરાશે. આવતીકાલે શુક્રવાર ના રોજ શહેરના રણજીત સાગર રોડ પર આવેલા યુવા પાર્ક વિસ્તારમાં સોમનાથ મહાદેવ મંદિરે સવારે ૮.૩૦ વાગ્યે પ્રસ્થાન કરાશે.

જામનગર આવતી કાલે ખોડલધામ દ્વારા તૈયાર કરાયેલા ખોડલ માઁ ના રથ નું સ્વાગત અને મહા આરતી બાદ વોર્ડ નાં 15 માં પરિભ્રમણ કરશે 3 - image

જેમાં વોર્ડ નંબર ૧૫ માં અલગ અલગ વિસ્તારોમાં ફરશે જેમાં ગ્રીન સિટી, રાધે પાન - રઘુવીર પાર્ક સોસાયટી, અટલ ભવન - આવાસ,ગરબી ચોક-નીલકંઠ સોસાયટી, સરદાર ચોક - મયુર ટાઉનશીપ કોમન પ્લોટ - ખોડીયાર પાર્ક કોમન પ્લોટ - મયુર બાગ, રાધે ચોક - પંચવટી સોસાયટી,આશીર્વાદ એવન્યુ - મેઈન ગેઇટ, આશીર્વાદ -૨ મેઈન રોડ, ગોરડીયા હનુમાન મંદિર - શ્રીજી પાર્ક, શ્રીનાથજી પાર્ક, મારુતિનંદન, મારુતિ રેસીડેન્સી, સેટેલાઈટ પાર્ક, તુલસી એવન્યુ, સહજાનંદ સોસાયટી પાર્ક, તુલસી એવન્યુ સહજાનંદ સોસાયટી ખાતે સાંજે ૭.૦૦ વાગ્યે પુર્ણાહુતી કરવામાં આવશે. 


Google NewsGoogle News