Get The App

જામનગરમાં પતિ, પત્ની ઔર 'વો' નો કિસ્સો : પતિ અન્ય સ્ત્રી સાથે રહેવા ચાલ્યા જતાં પત્ની અને તેના બે પુત્રોએ મચાવી ધમાલ

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
જામનગરમાં પતિ, પત્ની ઔર 'વો' નો કિસ્સો : પતિ અન્ય સ્ત્રી સાથે રહેવા ચાલ્યા જતાં પત્ની અને તેના બે પુત્રોએ મચાવી ધમાલ 1 - image


Jamnagar : જામનગર નજીક દરેડ વિસ્તારમાં વસવાટ કરતા પતિ, પત્ની ઔર 'વો' નો પ્રણય ત્રિકોણનો કિસ્સો સામે આવ્યો છે, અને પતિ પત્ની તેમજ અન્ય સ્ત્રી વચ્ચે ઝઘડો થયો છે. પતિએ પત્નીને ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે પત્ની અને તેના બે પુત્રોએ અન્ય સ્ત્રીને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના દરેડ વિસ્તારમાં રહેતી ગીતાબેન અશોકભાઈ તંબોલીયા નામની 40 વર્ષની પરિણીત યુવતિએ પોતાને ઢોર માર મારવા અંગે પોતાના પતિ અશોક બાબુભાઈ તંબોલીયા સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે અશોક તંબલિયાની અટકાયત કરી લીધી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન ગીતાબેનનો પતિ અશોકભાઈ કે જે છેલ્લા ત્રણ મહિનાથી પત્ની અને પોતાના બે સંતાનોને તરછોડીને દરેડ વિસ્તારમાં જ એકલી રહેતી રસીલાબેન ભરતભાઈ બાવળીયા નામની મહિલા સાથે મૈત્રી કરાર કરીને તેના ઘેર રહેવા માટે ચાલ્યો ગયો હતો. જે બાબતે તકરાર થઈ હતી.

ગીતાબેન અને તેના બે પુત્રો અજય તેમજ સુનિલ કે જેઓ ત્રણેય રસીલાબેન બાવરીયાના ઘેર પહોંચ્યા હતા, અને મારા પતિને છોડી દે, અને મારી સાથે રહેવા માટે પરત મોકલી દે. તેમ કહીને ઢોર માર માર્યો હતો, જેના કારણે રસીલાબેને પણ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને માર મારવા અંગે ગીતાબેન અને તેના બે પુત્રો અજય તેમજ સુનીલ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસ દ્વારા માતા પુત્ર ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી છે.


Google NewsGoogle News