જામનગરમાં પતંગ મહોત્સવને લઈને ટ્રાફિક શાખા દ્વારા વાહન ચાલકોને ગળામાં સેફ્ટી બેલ્ટ વિતરણ કરાયું
Jamnagar Police : જામનગર શહેરમાં આવતીકાલે પતંગ મહોત્સવની ઉજવણી થવાની છે, ત્યારે પતંગના દોરાના કારણે જામનગર શહેરના કોઈ વાહનચાલકોનું ગળું વગેરે કપાય નહિ, તેની તકેદારી રાખવા માટે ટ્રાફિક દ્વારા શાખા દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે.
જામનગર શહેરના બેડી ગેઇટ, રણજીત રોડ, પંચેશ્વર ટાવર, ત્રણ બત્તી, અંબર ચોકડી સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં વાહનચાલકોને પતંગના દોરાથી બચવા માટે સેફટી બેલ્ટ પહેરવામાં આવ્યા હતા.
આજે સમગ્ર દિવસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં પસાર થતાં વાહન ચાલકોને રોકીને ટ્રાફિક શાખાની ટીમ તથા ટીઆરબીના જવાનો દ્વારા પણ વાહન ચાલકોના ગળામાં સેફટી બેલ્ટ પહેરવાની કામગીરી કરવામાં આવી હતી.