જામનગર પોલીસના જુગાર અંગે બે સ્થળે દરોડા : પાંચ આરોપીઓની અટકાયત
Jamnagar Gambling Crime : જામનગર શહેરમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને પાંચ આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરમાં ત્રણ દરવાજા રિક્ષા સ્ટેન્ડ પાસેથી જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા વીરાભાઇ બાનાભાઈ મહેશ્વરી, ઈબ્રાહીમભાઇ મુસાભાઇ, તેમજ ચેતન હરિલાલ પંડ્યાની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 10,100 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેના બીજો દરોડો સ્મશાન ચોકડી પાસે પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીનો જુગાર રમી રહેલા વિપુલ નારણભાઈ વાઘોણાં, તેમજ જેઠાભાઈ નારણભાઈ મકવાણાની પોલીસે અટકાયત કરી લઈ બંને પાસેથી રૂપિયા 1,830 ની રોકડ રકમ કબજે કરી છે.