જામનગર પોલીસની જુગારીઓ પર તરાપ, 6 મહિલા સહિત 14ની અટકાયત
Jamnagar Gambling Crime : જામનગર શહેર-જિલ્લામાં જુગાર રમતી છ મહિલા સહિત કુલ મળી 14 શખ્સને સ્થાનિક પોલીસે દરોડા દરમ્યાન ઝડપી લઈ સ્થળ પરથી રૂા.9 હજારની મત્તા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં મોહનનગર આવાસ બીલ્ડીંગના પાર્કિંગમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા પરેશભાઈ મધુકાંતભાઈ પટેલ, આકાશભાઈ બબનરાવ ઈંગડે, રશ્મીબેન પરેશભાઈ પટેલ, કમળાબેન અરજણભાઈ ખરા, મંજુબેન બાબુભાઈ કોળી, કિરણબેન આકાશભાઈ પટેલ, અનિતાબેન બબનરાવ ઈંગડે, પ્રીતિબેન વિવેકભાઈ પટેલ નામની છ મહિલા સહિત આઠ શખ્સને સિટી એ પોલીસે દરોડા દરમિયાન ઝડપી લઈ સ્થળ પરથી રૂપિયા 5260ની રોકડ રકમ કબ્જે કરી હતી.
ઉપરાંત જાખર ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા મયુર મનસુખભાઈ કોળી, મુકેશ મોતીભાઈ વાજા નામના બે શખ્સને મેઘપર પડાણા પોલીસે રૂપિયા 440ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
તેમજ જામનગરમાં મોટા પીર ચોક ખાતે જાહેરમાં વર્લી મટકાના આંકડા પર જુગાર રમતાં રોહિલ હારૂનભાઈ મેમણને સિટી એ પોલીસે રૂા.400ની રોકડ રકમ સાથે તથા લાલપુરમાં ધરારનગર વિસ્તારમાંથી રવિ જેન્તીભાઈ બાવાજી નામના શખ્સની સ્થાનિક પોલીસે રૂપિયા 120ની રોકડ સાથે તેમજ કાલાવડના નિકાવા ગામેથી અશરફશા હુશેનશા શાહમદાર અને રહીમ નામના બે શખ્સની કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રૂા.2700ની મત્તા સાથે ધરપકડ કરી હતી.