Get The App

ભીખારીના વેશમાં ધોળે દહાડે ચોરીને અંજામ આપતી ગેંગ જામનગર પોલીસના કબજામાં, રૂ.21.76 લાખની માલમતા સાથે બે તસ્કરોને ઝડપ્યા

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
ભીખારીના વેશમાં ધોળે દહાડે ચોરીને અંજામ આપતી ગેંગ જામનગર પોલીસના કબજામાં, રૂ.21.76 લાખની માલમતા સાથે બે તસ્કરોને ઝડપ્યા 1 - image


Jamnagar Theft Case : જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતીઝ અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા સાડા સાત લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી.ની ટીમને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ રૂપિયા 21.76 લાખની માલમતા કબજે કરી છે, જ્યારે એક મહિલા આરોપીની શોધ ખોળ હાથ કરી છે.

કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે રહેતા મનસુખભાઇ પરસોતમભાઇ સાંગાણીના રહેણાંક મકાનના ગત સપ્તાહે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ કોઇ પણ હથિયાર વડે મુખ્ય દરવાજા તથા ઓસરીની ગ્રીલ તોડી રૂમના નકુચાઓ તોડી, કબાટમાથી સોના,ચાંદીના દાગીના રોકડ રૂપીયા ની ચોરીનો બનાવ બનવા પામેલ હતો. જેથી સદરહુ ગુનો શોધી કાઢવા એલ.સી.બી.ટીમ સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા

ભીખારીના વેશમાં ધોળે દહાડે ચોરીને અંજામ આપતી ગેંગ જામનગર પોલીસના કબજામાં, રૂ.21.76 લાખની માલમતા સાથે બે તસ્કરોને ઝડપ્યા 2 - image

દરમ્‍યાન એલ.સી.બી.ના પી.આઈ. વી.એમ.લગારિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, મયુદિનભાઇ સૈયદ,ધર્મેન્દ્રસિંહ જાડેજાને પેટ્રોલીંગ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળેલી કે, નાની વાવડીમા ગામમા ઘરફોડ ચોરી કરવામા જીવણભાઇ અમરશીભાઈ વાઘેલા અને લાખાભાઈ વિનુભાઈ વાઘેલા (રહે.ધ્રોલ ટાઉન,લતિપુર રોડ દેવીપુજક વાસ) બન્નેએ અન્ય આરોપીઓ સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપેલો છે.  જે બન્ને ઇસમો તેમના હસ્તકની સ્પ્લેન્ડર મો.સા નંબર જીજે-10 ડીપી-2449 તથા જીજે-10 ઇએ-6771 માં બેસીને ચોરીના દાગીના વેચવા માટે જામનગર આવી રહયા છે. તેવી હકિકત આધારે બન્નેને મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી પાડી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનને સોપી આપ્યા છે.    

તેઓ પાસેથી સોના દાગીના 324 ગ્રામ 350 મીલી ગ્રામ કિ.રૂ 19,90,500, ચાંદીના દાગીના 366 ગ્રામ કિ.રૂ 19,000, રોકડ રૂપીયા 82,000, મોબાઇલ ફોન-1 કિ.રૂ 5,000 સહિત કુલ 21.76 લાખની માલમતા કબજે કરી લેવામાં આવી છે. ઉપરાંત ચોરીના ગુનામા વાપરેલાં હથિયારો ડીસમીસ, ગણેશીયો, પકડ તેમજ બે મોટરસાયકલ પણ કબજે કરી લેવામાં આવ્યા છે. 

ભિક્ષાવૃત્તિ કરવાના વેશમાં ગામમાં પ્રવેશીને રેકી કર્યા પછી ચોરીને અંજામ આપતા હતા

પોલીસે પકડી પાડેલા બંને તસ્કરો અન્ય એક મહિલા રમાબેન વાઘેલાને સાથે રાખીને ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ગામમાં પ્રવેશતા હતા, અને રેકી કરી લીધા બાદ બંધ મકાનને નિશાન બનાવી લઈ ચોરી કરતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે.

આથી પોલીસે તેની અન્ય એક મહિલા સાગરીત ધ્રોલના દેવીપુજક વાસ માં રહેતી રમાબેન રાજુભાઈ વાઘેલાને ફરાર જાહેર કરી તેણીની શોધખોળ હાથ ધરી છે. તેઓએ જામનગર જિલ્લામાં અન્ય કેટલાક ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાબતે બંને આરોપીઓની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.


Google NewsGoogle News