જામનગર પાલિકાના કર્મચારીનું હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ
Jamnagar : જામનગરમાં શંકર ટેકરી વલ્લભનગર નજીક વાલ્મિકી વાસમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં નોકરી કરતા મહાનગરપાલિકાના કર્મચારી દીપકભાઈ લવજીભાઈ પઠાણ (ઉ.વ.56) ગઈકાલ પોતાના ઘેર સૂતા હતા, જે દરમિયાન તેઓને એકાએક હાર્ટએટેક આવી જતાં બેશુદ્ધ થયા હતા.
જેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જયાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર રવિભાઈ દીપકભાઈ પઠાણે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.