Get The App

જામનગરની પરિણીતાને સાસરિયાઓનો સિતમ : માર મારી રૂમમાં પૂરી દીધી, પતિ અને દિયરે જાહેરમાં માર માર્યો

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
જામનગરની પરિણીતાને સાસરિયાઓનો સિતમ  : માર મારી રૂમમાં પૂરી દીધી, પતિ અને દિયરે જાહેરમાં માર માર્યો 1 - image


Jamnagar Harassment : જામનગરની એક યુવતીને જાખર ગામના સાસરિયાઓએ અવાર નવાર શારિરીક-માનસિક ત્રાસ આપતા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

આ બનાવની વિગ એવી છે કે, જામનગર શહેરના વાલકેશ્ર્વરી નગરી વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતા કૈલાશબા કનુભા વાળાના લગ્ન વર્ષ 2005 માં લાલપુર તાલુકાના અરવિંદસિંહ શિવુભા જાડેજા સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયેલ અને લગ્ન જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો હતો.  લગ્ન જીવનના દસ વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ તેમના પતિ અરવિંદસિંહ તેમને ઘરખર્ચના પૈસા આપતા નહીં, અને દિકરીનું પણ ધ્યાન રાખતા નહીં, સાસુ, સસરા પણ ઘરકામ બાબતે મેણાં ટોણાં મારી તને ઘરનું કાંઈ કામકાજ આવડતું નથી તેમ કહી માર મારતાં અને પતિને કહેતા કે તું આને છુટાછેડા આપી દે તને બીજા લગ્ન કરાવી દઇશ. તેમજ તેના જેઠ-જેઠાણી પણ તું તારી પત્નિને જાનથી મારી નાખ...આપણે નથી જોઇતી, એમ કહી મારકુટ કરી રૂમમાં પૂરી દેતા હતા. 

આ ઉપરાંત દિયર યુવરાજસિંહ અને દેરાણી પ્રિયાબાએ તને અમારી મિલ્કતમાંથી કાંઇ મળશે નહીં, તેમ કહી મારકુટ કરતાં હતા. આ બધાના ત્રાસથી કંટાળેલા કૈલાસબાએ ગત તા.22.8.2023 ના રોજ મહિલા અભયમને જાણ કરતા તેઓએ સમાધાન કરાવેલ હતું. ત્યારબાદ પાંચ દિવસ પછી બધાએ એક સંપ કરી કૈલાસબાને માર મારી રૂમમાં પુરી દીધેલ હતી અને કૈલાસબાએ રૂમનો દરવાજો તોડી જાખરથી ભાગીને પોરબંદર ખાતે આવેલ સખી વન સ્ટોપમાં રહેવા જતાં રહેલ ત્યાંથી પોલીસે જામનગરના સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવેલ અને ત્યારબાદ કસ્તુરબા વિકાસગૃહમાં ખસેડવામાં આવેલ જયાં તેણીએ 13 માસ રોકાઇ હતી. પરંતુ ત્યાં પણ સાસરીયાઓ દ્વારા વિકાસ ગૃહમાં કાર્યકર્તા બહેનને ફોન કરી આને અહીંથી કાઢી મુકો તેવી ચડામણીઓ કરતાં તેણીએ ગત તા.8.9.2024ના રોજ તેણીએ વિકાસગૃહમાંથી સ્વૈચ્છાએ રજા લઇ વાલકેશ્ર્વરી નગરીમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં કામમાં લાગી ગઇહતી.

ત્યારબાદ ગત તા.6.10.2024ના રોજ સાસરીયા પક્ષનાઓએ રસ્તામાં મારકુટ કરી કહેલ કે, અમે તને ભરણપોષણ આપવાના નથી તારે જયાં જવું હોય ત્યાં જા અને ગત તા.7.11ના રોજ બપોરના અરસામાં તેણીના પતિ અને દિયરે કેવી.રોડ પર જાહેર માર્ગ પર બોલાચાલી કરી ઢોર માર મારતાં તેણીને સારવાર અર્થેજી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જયાં તેમને ગઇકાલે સારૂ થઇ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા તેણીએ મહિલા પોલીસ મથકમાં પતિ અરવિંદસિંહ શિવુભા જાડેજા, સસરા શિવુભા રામસંગજી જાડેજા, દિયર યુવરાજસિંહ અને દેરાણી પ્રિયાબા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમો તેમજ દહેજ પ્રથાની ધારા જ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News