ચોટીલામાં દારૂની 180 બોટલ સાથે જામનગરનો શખ્સ ઝડપાયો
- દારૂ સહિત રૂ. 8.63 લાખનો મુદ્દામાલ કબજે
- દારૂની હેરાફેરીમાં લીંબડીના શખ્સની સંડોવણી ખુલી : બે સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર ચોટીલામાં જલારામ મંદિર પાસેથી દારૂની ૧૮૦ બોટલ સાથે જામનગરનો શખ્સ ઝડપાયો હતો. દારૂની હેરાફેરીમાં લીંબડીના શખ્સની પણ સંડોવણી ખુલતા પોલીસે બે સામે ગુનો નોંધી દારૂ, કાર સહિત રૂ.૮.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યાં છે ત્યારે આજે ચોટીલ શહેરમાં જલારામ મંદિર પાસેથી પસાર થતી કારમાંથી વિદેશી દારૂની ૧૮૦ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ રૂ.૮.૬૩ લાખના મુદ્દામાલ સાથે કારચાલક નરેન્દ્રસિંહ રતનસિંહ સોઢા (રહે.જામનગર)ને ઝડપી પાડયો હતો. નરેન્દ્રસિંહની પુછપરછમાં દારૂની હેરાફેરીમાં લીંબડીના સૌકા ગામે રહેતો દિગ્વિજયસિંહ સોઢાની પણ સંડોવણી હોવાનું બહાર આવી હતી. પોલીસે બંને વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.