જામનગરમાં લાયન્સ કલબ ઇન્ટર નેશનલ દ્વારા મૌન રેલી યોજી આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ
Pahalgam Attack : પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ આધારિત હુમલો કરી 28 પર્યટકોની ઘાતકી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં પણ જુદી જુદી સંસ્થાઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે.
ત્યારે ગઈકાલે લાયન્સ ક્લબ ઇન્ટર નેશનલ દ્વારા જોગર્શ પાર્ક વિસ્તારમાં શ્રધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જોગર્શ પાર્ક વિસ્તારમાં મોન રેલી યોજવામાં આવી હતી. અને તમામ સભ્યોએ પોતાના મોબાઇલની લાઈટ જગાવી આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા છે. તે તમામના આત્માના શાંતિ માટે શ્રધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.