Get The App

જામનગર સહિતના 26 થી વધુ દારૂ અંગેના કેસમાં સંડોવાયેલા નામચીન બુટલેગરને એલસીબીની ટીમે ઝડપી લીધો

Updated: Mar 13th, 2025


Google News
Google News
જામનગર સહિતના 26 થી વધુ દારૂ અંગેના કેસમાં સંડોવાયેલા નામચીન બુટલેગરને એલસીબીની ટીમે ઝડપી લીધો 1 - image


Jamnagar Liquor Case : જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 61 માં રહેતો પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કટિયારા નામનો શખ્સ, કે જેની સામે જામનગર સહિત જુદા-જુદા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂ સહિતના 26થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. અને હાલ દારૂના કેસમાં પોતે ફરાર છે. જે પૈકી 2024 ની સાલમાં જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ઇંગ્લિશ દારૂ અંગેનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુનામાં પોતે ફરાર હતો.

જે આરોપી જામનગર નજીક હાપા વિસ્તારમાં આવ્યો છે, તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ હાપા રેલ્વે સ્ટેશન રોડ પર વોચ ગોઠવી આરોપી પાર્થ ઉર્ફે જાબલી કટિયારાને ઝડપી લીધો છે, અને જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.

ઉપરોક્ત નામચીન અપરાધી સામે જામનગર શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં ઉપરાંત પંચકોશી એ. અને બી.ડિવિઝન પોલીસ સ્ટેશન, ધ્રોલ પોલીસ સ્ટેશન, ભાણવડ અને અમદાવાદ સહિતના જુદા-જુદા પોલીસ મથકમાં અત્યાર સુધીમાં 26 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે.

ઉપરાંત અવારનવારની દારૂની ગેર પ્રવૃતિના સંદર્ભમાં તેનો ગુનાહિત ઈતિહાસ જોઈને આવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવવા બદલ વર્ષ 2022 તેમજ વર્ષ 2023 માં તેની સામે પાસા અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી, અને તેની પાસા હેઠળ અટકાયત કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ બંને વખત જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી દારૂની પ્રવૃત્તિ સાથે જ સંકળાયેલો રહ્યો છે. જે અંગેના ગુનામાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

જામનગરના 27 વર્ષની ઉંમરના આરોપી સામે 26 ગુના નોંધાયા

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 61 માં રહેતો પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્રભાઈ કટિયારા નામનો ભાનુશાળી શખ્સ કે જેની ઉંમર હાલ 27 વર્ષની છે, પરંતુ તે ઘણા વર્ષોથી ઈંગ્લીશ દારૂ સહિતની ગેર પ્રવૃતિ સાથે સંકળાયેલો રહે છે.

 જે  હાલમાં 27 વર્ષની ઉંમર છે. તેટલા વર્ષના સમયગાળા દરમિયાન તેની સામે જામનગર સહિતના જુદા જુદા પોલીસ મથકોમાં 26 થી વધુ ઇંગ્લિશ દારૂની ગેર પ્રવૃતિ સહિતના અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જે નામચીન ગુન્હેગાર લાંબા સમયથી નાસ્તો ફરતો રહ્યો હતો, પરંતુ એલસીબીના સકંજામાં આવી ગયો છે, અને તેની સામે આગળની કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Tags :
JamnagarJamnagar-LCBJamnagar-PoliceBootleggerLiquor-Case

Google News
Google News