Get The App

આફત બનીને વરસ્યો વરસાદઃ ધોધમાર વરસાદથી ખેડૂતોની મગફળી તણાઈ, પાકને થયું ભારે નુકસાન

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
આફત બનીને વરસ્યો વરસાદઃ ધોધમાર વરસાદથી ખેડૂતોની મગફળી તણાઈ, પાકને થયું ભારે નુકસાન 1 - image
પ્રતિકાત્મક તસવીર

Gujarat Rain Update: નવરાત્રિ બાદ હવે દિવાળી પણ આવી ગઈ, પરંતુ મેઘરાજા જાણે વિદાય લેવાના મૂડમાં જ નથી. ખેડૂતો માટે તો આ વરસાદ આફત તરીકે વરસી રહ્યો છે. મંગળવારે (22 ઑક્ટોબર) જામનગરમાં ફરીથી ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મગફળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મંગળવારે વરસેલા વરસાદના કારણે જામનગરના કાલાવડ તાલુકાના ખેડૂતોને મોટી સંખ્યામાં નુકસાન વેઠવું પડ્યું છે. 

લગભગ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો

જામનગરના કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં મંગળવારે (22 ઑક્ટોબર) સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગામના સરપંચ જીગ્નેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે ફૂટી નીકળી અને ગામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. 

આ પણ વાંચોઃ 'બારેમેઘ ખાંગા છે, હવે ખેડૂતની પાસે સુસાઈડ કરવા સિવાય કોઈ રસ્તો નથી...', કૃષિમંત્રી સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાઈરલ

મગફળી તણાઈ ગઈ

સરપંચે વધુમાં જણાવ્યું, આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે. ઘણાં ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે, જેનાથી તેમને ભારે આર્થિક નુકસાન પણ થયું છે. 

આ પણ વાંચોઃ વાવ બેઠક પર જામશે રસાકસીભર્યો જંગ, ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી

આફત બનીને વરસ્યો વરસાદ

ગામની નદી બે કાંઠે વહેતા ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો અને ગ્રામજનો એકબીજા સાથે સંપર્ક સાધી શકતા ન હતા. આ અચાનક પડેલા વરસાદથી ગામમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો. આ સાથે અનેક ખેડૂતોને પાક ધોવાઈ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 



Google NewsGoogle News