જામનગરમાં બોર્ડની પરીક્ષા સહિતની ફરજો માટે હોમગાર્ડઝ જવાનોને તાત્કાલિક હાજર થવા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટનો આદેશ
image : Filephoto
Jamnagar : હોમગાર્ડઝ માનદ દળ હોવાથી દરેક સભ્યોને રોજેરોજની ફરજ બજાવવા ફરજ પાડી શકાય નહીં. પરંતુ પરેડ અને ઈમરજન્સી ફરજો દરેક હોમગાર્ડઝ સભ્યોએ બજાવવી ફરજિયાત છે.
વધુમાં આગામી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન મોટી સંખ્યામાં હોમગાર્ડઝની આવશ્યક અને જરૂરી ફરજો છે તેમજ માર્ચ મહિનામાં કરેલ ફરજોમાંથી હોમગાર્ડઝ વેલફેર ફંડની કપાત કરવાની હોય જે દરેક હોમગાર્ડઝના પરિવારના સભ્યો માટે જરૂરી હોય તમામ હોમગાર્ડઝ સભ્યોએ આ જરૂરી ફરજો બજાવવાની રહેશે!
જેથી એવા હોમગાર્ડઝ સભ્યો કે જેઓ ફક્ત ઈમરજન્સી અને જરૂરી ફરજો બજાવે છે. તેઓએ તાત્કાલિક પોતાના યુનિટના અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. જે સભ્યો ફરજમાં હાજર નહીં રહે તેઓને દળમાંથી બરતરફ કરવામાં આવશે તેમ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની યાદીમાં જણાવાયું છે.