જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હેન્ડીકેપ માટેની 10 વ્હીલચેરનું અનુદાન કરાયું
જામનગરના આહીર અગ્રણી જીગરભાઈ માડમ અને તેઓના પરિવાર દ્વારા પોતાના માતૃશ્રી સ્વ. જીવીબેન નારણભાઈ માડમની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હેન્ડીકેપ માટેની ૧૦ વ્હીલચેર નું અનુદાન આપવામાં આવ્યું હતું.
જીગરભાઈ માડમ અને તેમના પરિવાર દ્વારા છેલ્લા છ વર્ષથી પોતાની માતૃશ્રીની સ્મૃતિમાં જી.જી. હોસ્પિટલના દર્દીઓને ઉપયોગી થઈ શકે તેવી વસ્તુઓનું અનુદાન કરવામાં આવે છે, તે પરંપરા આજે પણ જાળવવામાં આવી હતી. આવેળાએ તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.