Get The App

જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી કરી રહેલા શિક્ષકનું મોત, રૂ. 25 લાખનું વળતર આપવાની માંગ

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
teacher suffered a heart attack


Jamnagar Teacher Died While Flood Survey: જામનગરમાં અતિવૃષ્ટિ પછી પૂરના અસરગ્રસ્તોની સહાયની સર્વેની કામગીરી ચાલી રહી છે. અહીં પૂરના સર્વેનું કામ કરી રહેલા એક શિક્ષકને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. બાદમાં તેમને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓના કાફલો હોસ્પિટલમાં દોડી ગયો હતો.

જામનગર શહેરમાં વોર્ડ નંબર 16માં પૂર અસરગ્રસ્તોની સર્વેની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બીજી સપ્ટેમ્બરે અહીંના વાણિયા ગામની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા 38 વર્ષીય કલ્પેશભાઈ માંડવિયા વૃજવાટિકા સોસાયટીમાં સર્વે કરતા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેથી તેમને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. 

આ બનાવની જાણ થતા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલમાં દોડી ગયો હતો અને ભારે ગમગીની છવાઈ હતી. પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. પોલીસે શિક્ષકના પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

શિક્ષક કલ્પેશભાઈ માંડવિયાનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થતા જામનગર શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા તેમજ અન્ય અગ્રણીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમણે સ્વર્ગસ્થ શિક્ષકને વૉરિયર તરીકે ગણીને તેમના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 25 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી હતી. 

જામનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી કરી રહેલા શિક્ષકનું મોત, રૂ. 25 લાખનું વળતર આપવાની માંગ 2 - image


Google NewsGoogle News