Get The App

જામનગરના ચકચારી 100 કરોડથી વધુની છેતરપીંડી પ્રકરણમાં ક્રેડીટ બુલ્સ કંપનીના મહિલા પાર્ટનરની જામીન અરજી રદ

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
જામનગરના ચકચારી 100 કરોડથી વધુની છેતરપીંડી પ્રકરણમાં ક્રેડીટ બુલ્સ કંપનીના મહિલા પાર્ટનરની જામીન અરજી રદ 1 - image


Jamnagar Court Order : જામનગર સહિત અન્ય શહેરોમાં ઉંચા વળતરની લાલચ આપી રૂ.100 કરોડથી વધુની છેતરપીંડીના ગુનામાં ક્રેડીટ બુલ્સ કંપનીના મહિલા પાર્ટનરની નિયમિત જામીન અરજી જામનગરની અદાલતે રદ કરી છે.

જામનગર, રાજકોટ, બરોડા, મુંબઈ સહિતના શહેરોમાં રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી ક્રેડીટ બુલ્સ કંપનીએ રૂ.100 કરોડથી વધુની છેતરપીંડી કરી કંપનીની ઓફીસને તાળા મારી દીધા હતા. આથી કંપનીના સીઈઓ ધવલ દીનેશ સોલાણી, પાર્ટનર ફરઝાના ઈરફાન અહેમદ શેખ, રીઝનલ હેડ યશ દીનેશ સોલાણી અને પંકજ પ્રવીણ વડગામાં સામે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ પ્રકરણમાં કંપનીના સીઇઓ ધવલ સોલાણી  ને તેનો ભાઈ યશ દુબઈ અને ત્યાંથી મોરક્કો નાસી ગયા છે. ત્યારબાદ મહિલા ભાગીદાર ફરઝાના ઈરફાન અહેમદ શેખ કે જેની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરતાં પોલીસે તેણીની ધરપકડ કરીને જેલ હવાલે કરાઈ હતી. જે આરોપી  હાલ જયુડીશીયલ કસ્ટડીમાં છે.

આથી તેણીએ જામનગરની અદાલતમાં કરેલી નિયમિત જામીન અરજી મામલે અદાલતમાં દલીલી ચાલી જતાં રોકાણકારોના વકીલની રજૂઆતો અને દલીલને ધ્યાને લઈને ન્યાયાધીશે કંપનીના મહિલા ભાગીદાર ફરઝાનાની ચાર્જશીટ ફ્રેમ થયા પછીની નિયમિત જામીન અરજી રદ કરી છે.


Google NewsGoogle News