Get The App

જામનગરમાં દુષ્કર્મના આરોપીની આગોતરા જામીન અરજી ના મંજૂર

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
જામનગરમાં દુષ્કર્મના આરોપીની આગોતરા જામીન અરજી ના મંજૂર 1 - image


Jamnagar Court : જામનગરમા પરણિત યુવાને એક યુવતી સાથે પ્રેમ સબંધમાં તેણીને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેણી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને પોતાના મિત્રને પણ રાજી કરવાની માંગણી કરતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આરોપી દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જેને અદાલતે ના મંજૂર કરી હતી.

જામનગરના સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે ભીખુ નરશીભાઈ કણઝારિયાએ પોતાને એમ કહ્યું હતું કે તું મને બહુ ગમે છે. હું તને પ્રેમ કરું છું. તેમ કહી અલગ-અલગ જગ્યાએ લઈ ગયો હતો અને શરીર સબંધ બાંધ્યો હતો. આ પછી પોતાના મિત્રને રાજી કરવા માંગણી કરી હતી.

જે માટે તેણીએ ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતો. અને તેણીના નગ્ન ફોટા વાયરલ કરી આપવાની ધમકી આપી હતી. આથી યુવતીએ તા.2/12/24 ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આરોપી ફરાર હોવાથી તેણે આગોતરા જામીન અરજી કરી હતી. અદાલતમાં તમામ દલીલો ચાલી જતાં અદાલતે આરોપી ભીખુ કણઝારિયાની જામીન અરજી ના મંજૂર કરી હતી.


Google NewsGoogle News