જામજોધપુર નગરપાલિકાના કોન્ટ્રાકટર પિતા-પૂત્ર પીધેલી હાલતમાં પકડાતાં ભારે ચકચાર
Jamnagar : જામજોધપુર ટાઉનમાંથી પીધેલી હાલતમાં બકવાસ કરતા કોન્ટ્રાકટર પિતા-પૂત્રની અટકાયત કરતાં ચકચાર મચી છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર ટાઉન મથકનો સ્ટાફ ગઈકાલે રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં પેટ્રોલીંગમાં હતા, ત્યારે મીની બસ સ્ટેન્ડ પાસે ગોલ્ડન પ્લાઝાના પાછળના ભાગે પહોંચતા ત્યાં બે ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં બકવાસ કરતાં અને લથડીયા ખાતા જોવા મળતાં પોલીસે બંનેની અટકાયત કરી હતી.
જેઓની પૂછપરછ કરતાં તેમણે પોતાનું નામ ધવલ રસીકભાઈ ડઢાણિયા (ઉ.વ.31-ધંધો કોન્ટ્રાકટર, રહે. રામવાડી શેરી-1, જામજોધપુર) અને બીજાનું નામ રસીકભાભાઈ નાથાભાઈ ડઢાણિયા (ઉ.વ. 28) હોવાનું જણાવતા બંને પાસે કેફી પ્રવાહી પીવા માટે કોઈ પાસ કે પરમીટ ન હોવાથી પોલીસે બંનેની અટકાયત કરી બંને વિરૂધ્ધ પ્રાહિબીશન એકટની કલમ 66 (1) બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.