જામનગરના જામજોધપુર, લાલપુર અને કાલાવડ પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજાની ઘડબડાટી : શેઠ વડાળામાં ધોધમાર અઢી ઇંચ વરસાદ
image : social media
Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાત્રિના સમયે ગાજવીજ સાથે મેઘરાજાની ફરીથી એન્ટ્રી થઈ છે અને શનિવારે જામજોધપુરમાં બે ઇંચ વરસાદ પડી ગયા બાદ ગઈકાલે પણ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને શેઠવડાળા ગામમાં ગઈકાલે રવિવારે સાંજે ધોધમાર અઢી ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 42 નિકાવામાં 40 મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામજોધપુરના વાંસજાળિયામાં 28 મી.મી., અને સમાણામાં 25 મી.મી. વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નવાગામમાં 20 મિ.મી. વરસાદ નોંધાયો છે. જામજોધપુરના ધાફા ગામમાં 25 મી.મી. વરસાદ નોધાયો છે. લાલપુરના પડાણા ગામમાં પણ 24 મી.મી., મોટા ખડબામાં 16 મી.મી. અને ભણગોરમાં 18 મી.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે ભારે પવન સાથે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા, ત્યારબાદ રાત્રિના બાર વાગ્યા આસપાસ ધીમીધારે ફરીથી વરસાદ શરૂ થયો હતો, અને શહેરમાં કોઈ સ્થળે નવરાત્રીના આયોજન ચાલુ રખાયા હતા, જે આયોજન કોને રાત્રિના સમયે ફરી દોડધામ થઈ હતી. જો કે મોડેથી વરસાદ રોકાઈ ગયો હતો.