Get The App

જામ ખંભાળિયાના તા.પં. કર્મચારીને મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
જામ ખંભાળિયાના તા.પં. કર્મચારીને મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ 1 - image


ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમમાં સોપાયેલી ફરજમાં બેજવાબદાર  કર્મચારીએ કોઈ પણ જાતની જાણ કે પૂર્વમંજૂરી વગર ગેરહાજર રહેતા કડક કાર્યવાહી 

જામ ખંભાળિયા, :   ખંભાળિયા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારીએ હાલ ચોમાસાની તુમાં ફરજિયાત હાજર રહેવા તેમજ સોંપવામાં આવેલી ફરજ પ્રત્યે બેદરકાર રહી, ગેરહાજર હોવાના કારણે અહીંના મામલતદાર દ્વારા આ કર્મચારીનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

  આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાની તાલુકા પંચાયત કચેરીમાં ટેક. આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મેઘરાજસિંહ પરમારને શનિવાર તારીખ 29 મી ના રોજ બપોરે 2 થી રાત્રે 10 વાગ્યા સુધી તાલુકા ડિઝાસ્ટર  કંટ્રોલ રૂમ ખાતે સક્ષમ અધિકારી દ્વારા ફરજ સોંપવામાં આવી હતી અને આ અંગે સંબંધિત કચેરી મારફતે હુકમની બજવણી પણ કરવામાં આવી હતી.  પરંતુ આ કર્મચારી મેઘરાજસિંહ સોઢાએ અહીંના તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે આપવામાં આવેલી ફરજના સ્થળે કોઈપણ પ્રકારની જાણકર્યા સિવાય કે પૂર્વ પરવાનગી મેળવ્યા વગર  ગેરહાજર રહેતા અધિકારીનો હુકમનો અનાદર કર્યો હતો. આથી અહીંના મામલતદાર વી.આર. વરૂ દ્વારા ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ.ને  હુકમ પાઠવી અને કર્મચારી મેઘરાજસિંહ સોઢાનું ધરપકડ વોરંટ કાઢી, તેમને ફરજ ઉપર હાજર કરાવવામાં આવ્યા હતા.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત કર્મચારીને ફરજ બાબતે અગાઉ પણ અવારનવાર નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં પણ તેઓ મનસ્વી રીતે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ફરજમાં ગેરહાજર રહેવાની ટેવ ધરાવતા હતા. જેથી મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરી, અને ડિઝાસ્ટરની ફરજમાં બેદરકારી દાખવતા કર્મચારીઓ માટે ચેતવણી રૂપ દાખલો બેસાડવામાં આવ્યો હતો.


Google NewsGoogle News