જલારામ બાપાની 225મી જન્મ જયંતીની વડોદરામાં ઉજવણી : કારેલીબાગ, સુભાનપુરા, માંજલપુરમાં શોભાયાત્રા નીકળી
Jalaram Jayanti 2024 : સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જયંતી નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા જલારામ મંદિરોમાં મહા આરતી, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કારેલીબાગ સુભાનપુરા, ઇલોરા પાર્ક અને માંજલપુર સહિત હરણી સમા ખાતેના મંદિરોમાં અન્ય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઇલોરા પાર્ક ખાતે લોહાણા સમાજ દ્વારા પાદુકા પૂજન, સાંજે મહા આરતી સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ મંદિરો ખાતે એક લાખથી વધુ જલારામ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે.
ઉલ્લેખનીય છે કે કારેલીબાગના પ્રાચીન જલારામ બાપાના મંદિરમાં 225મી જન્મ જયંતી પ્રસંગે સવારે 9 વાગ્યાથી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થશે. વહેલી સવારે મહા આરતી બાદ પાદુકા પૂજન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે માંજલપુર મંગલેશ્વર મહાદેવના પ્રાંગણમાં જલારામ જયંતીની ગામધૂમતી ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે સવારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
શોભાયાત્રા નિજ મંદિરે પરત આવ્યા બાદ અન્નકૂટ એમાં જણાવવામાં દર્શનનો પણ લાભ લઈ શકાશે. આ ઉપરાંત ઇલોરા પાર્ક ખાતે આવેલી લોહાણા મહાજનની વાડી ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ઇલોરા પાર્ક ખાતે રઘુવંશી લોહાણા મહાજનની વાડી ખાતે જલારામ બાપાની મૂર્તિ અને રામ દરબારની મૂર્તિઓનું શાસ્ત્રોત વિધિથી અભી અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે કારેલીબાગ ખાતેના મંદિરે પધરાવવામાં આવેલી જલારામ બાપાની મૂર્તિ તથા ચરણ પાદુકાની ધામધૂમથી શોભાયાત્રાનું પ્રસ્થાન સવારે 10 વાગે થતાં શોભાયાત્રા ઇલોરા પાર્ક ખાતે પહોંચતા મૂર્તિનું સ્થાપન કરાયું હતું. આ ઉપરાંત સાંજે 5થી 7 વાગ્યા સુધી અન્નકૂટ દર્શનનો લાભ લઈ શકાશે. સાંજે 7 વાગે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. માંજલપુર ખાતે જલારામ જયંતી નિમિત્તે નીકળેલી શોભા યાત્રામાં બાળકોએ વિવિધ વેશભૂષા પરિધાન કરી ભાગ લીધો હતો.