Get The App

જલારામ બાપાની 225 મી જન્મજયંતિની વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
જલારામ બાપાની 225 મી જન્મજયંતિની વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું 1 - image


Jalaram Bapa 225th Birth Anniversary :  રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની આજે આઠમી નવેમ્બરે 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો દર્શન માટે પધાર્યા છે. જેમાં સ્થાનિકો દ્વારા ધજા, પતાકા સહિત લગાવીને વીરપુર ધામને દુલ્હનની માફક શણગારવા શણગાર્યું છે, ત્યારે ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાશે. 

ગત મોડી રાતથી જલારામ બાપા દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રસંગે વીરપુર ગામની શોભા વધારવા માટે વીરપુરના વેપારીઓ સહિત અલગ-અલગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જય જલારામના નાદથી વીરપુર ગુંજી ઉઠ્યું છે. ઠેર-ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. 

300 જેટલા સ્વયંસેવકો ખડેપગ સેવા આપશે

જલારામ બાપાની 225 મી જન્મજયંતિએ વીરપુર ખાતે દેશવિદેશમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો ઉમટી પડ્યા છે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે વીરપુર સુધી પદયાત્રા કરે છે, આ સાથે અન્ય રાજ્યામાંથી પણ સંઘો અને પદયાત્રીઓએ વીરપુર આવવા માટે પ્રયાણ કર્યું છે. બાપાની જન્મજયંતિની ઉજવણીની વ્યવસ્થામાં 300 જેટલા સ્વયંસેવકો સેવા આપશે.

આ પણ વાંચો: જલારામ બાપાની 225મી જન્મ જયંતિની સુરતમાં તડામાર તૈયારીઓ : મંદિરોમાં મહાપ્રસાદી, છપ્પનભોગ સહિત ડાયરાનું આયોજન

જલારામ બાપાની 225 મી જન્મજયંતિની વીરપુર સહિત રાજ્યભરમાં ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું 2 - image
જલારામ મંદિર જામનગર

225 વર્ષ પહેલા થયો હતો જન્મ

સ્થાનિકોએ કહ્યું કે, આજથી 225 વર્ષ પહેલા ચાર નવેમ્બર, 1799 અને વિક્રમ સંવંત 1856ના કારતક સુદ સાતમના દિવસે  ગોંડલ પાસે વીરપુરમાં બાપાનો જન્મ થયો હતો. તેમની માતાનું માન રાજબાઇ અને પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું. રાજબાઇ ખૂબ જ ધાર્મિક હતા. તેઓ આખો દિવસ ધાર્મિક કાર્યોમાં રચ્યા-પચ્યા હતા. ભારે ભક્તિભાવથી સાધુ-સંતોની સેવા કરતા હતા. ત્યારે તેમની આ સેવા જોઇને ખૂબ જ પ્રસન્ન થયેલા સંત રઘુવી દાસજીએ તેમને આર્શિવાદ આપ્યા હતા કે તેમનો બીજા નંબર પુત્ર જલારામ ભગવાનની ભક્તિ અને સાધુ સંતોની સેવા કરીને માનવ સેવાનું અનોખું ઉદાહરણ સમાજમાં ઉભું કરશે. 

જલારામ બાપનો જન્મ વર્ષ 1799 માં ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. જલારામ બાપાના માતા ધાર્મિક હતા, જેઓ સાધુ-સંતોની સેવા કરતા હતા. તેમની સેવાથી પ્રસન્ન થઈને સંત રઘુવીર દાસજીએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે તેમના બીજા પુત્ર જલારામ ભગવાનની ભક્તિ, સાધુ પ્રત્યેની ભક્તિ અને માનવ સેવાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કરશે.

માતાના સંસ્કારોના સિંચનથી જલારામ બાપા બાળપણથી ભક્તિભાવમાં રસ ધરાવતા હતા. તેમને સાંસારિક જીવનમાં કોઇ રસ ન હતો. પરંતુ પિતાના દબાણના લીધે થોડા સમય માટે તેમણે ધંધામાં મદદ કરી, પરંતુ જલારામ બાપાનું ધંધામાં મન લાગ્યું નહી, અને તેઓ તેમના કાકા સાથે રહેવા લાગ્યા. 

તેઓ ભક્તિભાવમાં એટલા ગળાડૂબ બની ગયા હતા કે 18 વર્ષની ઉંમરે તેમણે તીર્થયાત્રા પૂર્ણ કરી પરત ફર્યા તો તેઓ ભોજ ભગતના શિષ્ય બની ગયા હતા. તેમના ગુરૂના સૂચન પર તેમણે 'સદાવ્રત' ચાલુ કર્યું. આ અન્નક્ષેત્રમાં સાધુ-સંતોની સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવતું હતું. 

આ પણ વાંચો: Photos : વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના વિવિધ રંગ, ભક્તિ, ભજન અને ભવ્યતાનો સંગમ જુઓ તસવીરોમાં

ઠેર-ઠેર રાજ્યભરમાં જલારામ જયંતિની ઉજવણી

જામનગર શહેરની ભાગોળે આવેલા હાપા સ્થિત જલારામ મંદિરમાં આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અને જલારામ મંદિરને પ્રજાપતિ શણગારીને મહા આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ વખતે પણ જલારામ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવાના ભાગે 7 ફૂટનો વિશાળ કદનો વિશ્વ વિક્રમી રોટલો તૈયાર કરવામાં આવ્યો હતો, અને પૂજ્ય જલારામ બાપાને સૌપ્રથમ પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો છે.

જલારામ જયંતી નિમિત્તે ગાયોને 2,001 કિલો ફળોનો ભોગ ધરાવાયો

સમગ્ર દેશમાં આજે ગુરૂવારના રોજ જલારામજયંતિની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજે બાપાના ભક્તે ગૌમાતા માટે ભંડારાનું આયોજન કર્યુ હતુ અને ગાયોને 2001 કિલો ફળોનો ભોગ ધરવામાં આવ્યો હતો.

જલારામ બાપાની 225મી જન્મ જયંતીની વડોદરામાં ઉજવણી

સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જયંતી નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા જલારામ મંદિરોમાં મહા આરતી, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કારેલીબાગ સુભાનપુરા, ઇલોરા પાર્ક અને માંજલપુર સહિત હરણી સમા ખાતેના મંદિરોમાં અન્ય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઇલોરા પાર્ક ખાતે લોહાણા સમાજ દ્વારા પાદુકા પૂજન, સાંજે મહા આરતી સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ મંદિરો ખાતે એક લાખથી વધુ જલારામ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે. 


Google NewsGoogle News