જય જગન્નાથ : જાણે આખું અમદાવાદ નગર ઊમટ્યું રથયાત્રાના દર્શને, જુઓ અદ્ભુત તસવીરો
ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા
ભક્તો માટે 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં સવારથી જ દર્શન માટે લાખો ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. ભક્તોની બેકાબૂ ભીડના લીધે આજે રથયાત્રા સમય કરતા એક કલાક મોડી પડી છે.
અનેક યુવક મંડળ, ક્લબ ટેબલા સાથે રથયાત્રા આગળ વધી રહી છે. ટેબલાઓમાં અને રસ્તા પર ભગવાનની ભક્તિમાં લીન લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદની રથયાત્રામાં દર વર્ષની જેમ આ વખતે પણ અખાડાના કરતબઓ જોવા મળ્યા હતા.
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં અનેક જુદા-જુદા ટેબલાઓ જોવા મળ્યા હતા. આ વર્ષે ઘણા આકર્ષક ટેબલાઓની પ્રતિકૃતિ જોવા મળી.
રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે.
રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાયા છે.
ભગવાન જગન્નાથની રથયાત્રામાં મહંત દિલીપદાસજી મહારાજ પણ ગાડીમાં બિરાજી યાત્રામાં જોડાયા હતા.
ભગવાનના દર્શનાર્થે ભક્તોની મોટી કતારો જોવા મળી હતી. તો તેની સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.
વિવિધ રેન્કના 25000થી વધુ સુરક્ષા જવાનો જોડાયા અને તેની વચ્ચે ભક્તોની ભારે ભીડ આ રથયાત્રાને દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બનાવે છે.
જમાલપુર પગથિયા વિસ્તારમાં અખાડાની કરતબોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
રથયાત્રામાં ઝાંખીઓ, કરતબ કરતા પહેલવાનો ઉપરાંત ભજન મંડળીઓ પણ જોડાઇ હતી.