Get The App

જે.એન. એન્ટરપ્રાઈઝ પાસેથી બોરસદ પાલિકાએ રૂા. 60 હજારનો દંડ વસૂલ્યો

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
જે.એન. એન્ટરપ્રાઈઝ પાસેથી બોરસદ પાલિકાએ રૂા. 60 હજારનો દંડ વસૂલ્યો 1 - image


- હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા સંદર્ભે 

- સીઝ કરેલા અન્ય 16,000 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક સંદર્ભે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરાશે

આણંદ : વાસણા જીઆઈડીસીની જે.એન. એન્ટરપ્રાઈઝમાંથી ઝડપેલા ૧૭,૦૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થામાંથી હજાર કિલોનો ૬૦ હજાર દંડ બોરસદ પાલિકાએ વસૂલ કર્યો છે. જ્યારે બાકીના જથ્થા સંદર્ભે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરાશે.

બોરસદ નગરપાલિકાની ટીમે વાસણા જીઆઈડીસીમાં આવેલી જે.એન. એન્ટરપ્રાઈઝમાંથી દરોડો પાડયો હતો. ત્યારે ૧૨૦ માઈક્રોનથી ઓછું હોય તેવો પ્લાસ્ટિકના ઝભલા બનાવવામાં આવતા હોવાનું ખૂલ્યું હતું. જે સંદર્ભે જીપીસીબીના અધિકારીએ પણ સ્થળ પર આવીને કાર્યવાહી કરી હતી. સ્થળ ઉપરથી ૧૭,૦૦૦ કિલો બિનગુણવત્તાવાળા પ્લાસ્ટિકનો મોટો જથ્થો સીઝ કરાયો હતો. 

જેમાંથી ૧,૦૦૦ કિલો પ્લાસ્ટિક બોરસદ નગરપાલિકાએ જપ્ત કર્યું હતું. આ જથ્થાનો ૬૦ હજારનો દંડ ઉત્પાદક પાસેથી વસૂલાયો હતો. બાકીના ૧૬,૦૦૦ કિલો સીઝ કરાયેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા સંદર્ભે જીપીસીબીના અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ બોરસદ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે.


Google NewsGoogle News