mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બોલાચાલી થતાં પરિણીત પ્રેમિકાનું ગળું દબાવી પ્રેમીએ હત્યા કર્યાનું ખુલ્યું

Updated: Jun 24th, 2024

બોલાચાલી થતાં પરિણીત પ્રેમિકાનું ગળું દબાવી પ્રેમીએ હત્યા કર્યાનું ખુલ્યું 1 - image


મોરબીમાંથી મહિલાના મળેલા મૃતદેહને ભેદ ઉકેલાયો : ચોટીલાના લાખણકા ગામે મહિલાએ દવા પીતા વાડી માલિકે કાઢી મૂકતા લીલાપર ખાતે સગાને ત્યાં આવ્યા બાદ ઝગડો થતા હત્યા કર્યાની કબૂલાત

મોરબી, : મોરબીના લીલાપર કેનાલ રોડ પરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. અને મહિલાનું ગળું દબાવી હત્યા કર્યાનું પીએમ રિપોર્ટમાં ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ ચલાવી હતી. જેમાં મહિલાની હત્યા તેના જ પ્રેમીએ કરી હોવાનો ખુલાસો થવા પામ્યો છે. પોલીસે હત્યારા પ્રેમીને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. 10 જૂનના રોજ લીલાપર કેનાલ રોડ પર કેનાલના નાલા નીચેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડયો હતો. રિપોર્ટમાં મહિલાનું ગળેટુંપો દઇને હત્યા કર્યાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી મોરબી અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતર અને કંપનીમાં જઇને તપાસ ચલાવી હતી. તથા મધ્યપ્રદેશમાં પણ બનાવ અંગે પ્રસિધ્ધ કરાવતાં તપાસ ચાલુ હતી ત્યારે મધ્યપ્રદેશથી ફોન આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે મૃતદેહ મળી આવ્યો છે તેનો ફોટો મળ્યો છે જે તેની પત્ની સુનિતા હોવાનું જણાવ્યું હતું અને મધ્યપ્રદેશ ખાતેથી તેની પત્ની સુનિતા ગુમ થઇ જતાં ગઇ તા. 14-05-2024 ના રોજ ગુમસુદા નોંધ કરવામાં આવી હતી. સુનિતાને જેને કુલસિંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડી ગયાની હકીકત જણાવી હતી.

જેથી પોલીસે ટેકનિકલ માધ્યમથી સર્ચ કરતાં વાંકાનેર તાલુકાનાં વાંકિયા ગામની સીમમાંથી આરોપી કુલસિંગ મળી આવતા તેની પૂછપરછ કરતાં હત્યાની કબૂલાત આપી હતી. આરોપી કુલસિંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસિંગ કિકરીયા (ઉ.વ. 30, રહે. હાલ વાંકીયા ગામની સીમ મૂળ રહે. એમપી)એ જણાવ્યું હતું કે સુનિતા સાથે તેને પ્રેમ સંબંધ હોય જેથી સુનિતા તેની સાથે રહેવા આવી હતી. અને ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા હતા. ત્યારે પ્રેમિકાએ સામાન્ય થોડી દવા પી લેતાં વાડી માલિકને વાતચીત કરતાં તેના વાડી માલિકે તમે હવે અહીંથી જતા રહો, આવા લફરાવાળા મજૂર જોતા નથી તેમ કહેતા આરોપીના સગા-વ્હાલા લીલાપર ગામ પાસે વાડી રાખી રહેતા હતા તેથી વાડી માલિક તેની ઇકો ગાડીમાં લીલાપર પાસે મૂકી ગયા હતા. બાદમાં ફરી પ્રેમિકા સાથે ઝગડો થતાં આરોપીએ પ્રેમિકાનું ગળુ દબાવી મારી નાખી હત્યા કરી મૃતદેહ નાલા નીચે ફેંકી દીધો હતો. મોરબી એ ડીવીઝન પોલીસે હત્યારા પ્રેમીને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat