પુત્રીએ પ્રેમ લગ્ન કરી લેતાં પિતાએ પુત્રની હત્યા, પોતે આત્મહત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
પુત્રીએ પ્રેમ લગ્ન કરી લેતાં પિતાએ પુત્રની હત્યા, પોતે આત્મહત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો 1 - image


સોમવારે પિતાએ પુત્રનો ભાદર નદીમાં ઘા કરી આત્મહત્યા કરી લેવાની ઘટના : સતત ટેન્શન અનુભવતા જૂનાગઢના મૃતક  રિક્ષાચાલક સામે તેના સાળાએ ફરિયાદ નોંધાવી 

 ધોરાજી, : તાજેતરમાં  જૂનાગઢના રિક્ષાચાલકે ધોરાજી ભાદર નદીમાં જૂનાગઢના જયસ્વાલ પરિવારના પિતા પુત્રના આપઘાત  પાછળ એવો ઘટસ્ફોટ થયો છે કે તેમની પુત્રીએ પ્રેમ લગ્ન કરી લેતા સતત ડિપ્રેશનમાં રહેવા ઉપરાંત આવેશમાં આવીને આ પગલું ભર્યા બાબતની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જૂનાગઢના દાતાર રોડ ઉપર રહેતા રિક્ષાડ્રાઈવર હિરેનભાઈ નિરંજનભાઈ જયસ્વાલે  સોમવારે સાંજના સમયે તેમની પુત્રી અને પુત્ર બંનેને સાથે લઈને ઘરેથી નીકળી ગયા હતા અને બાદ તેમના સાળાને ફોન કરેલ કે 'હું ધોરાજી તરફ જાઉં છું તમે આવો 'બાદ ધોરાજી પહોંચીને ઉપલેટા નેશનલ હાઈવે પાસે આવેલ ભાદર -2 નદી પાસે ઊભા રહીને ફરીથી પાછો તેમના પત્ની સોનલબેન ને ફોન કર્યો હતો અને બાદમાં ભારે આક્રોશ અને આવેશમાં આવીને પોતે પોતાના નવ વર્ષના પુત્રને તેડીને સીધો નદીના પુલ ઉપરથી ઘા કરી દેતા પુત્રી પોતાને બચવા માટે દૂર જતી રહેલ અને એ સમયે પોતે પણ ઝંપલાવીને ઘટનાને અંજામ આપ્યો હતો.

આ ઘટના પછી  ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે  મૃતક હિરેનભાઈના  સાળા અજયભાઈ ભરતભાઈ જયસ્વાલ (રહે જુનાગઢ દાતાર રોડ એ) ે ફરિયાદ નોંધાવતા જણાવેલ કે તેમના બનેવી હિરેનભાઈ જયસ્વાલે  તેમના પુત્ર અને પુત્રી બંનેને લઈને ધોરાજી ભાદર નદીમાં આપઘાત કર્યો છે .હિરેનભાઈબે દીકરીઓ હતી અને એક દીકરો હતો જેમાં મોટી દીકરીએ પાંચ મહિના પહેલા તેમના પાડોશમાં રહેતા પ્રકાશ પટેલ નામના યુવાન સાથે પરિવારની મરજીની વિરૂદ્ધમાં મેરેજ કરી લેતા જે બાબતે ત્યારથી તેને  ટેન્શન આવી ગયું હતું અને  સ્વભાવ ભારે ગુસ્સાવાળો થઈ ગયો હતો જેના કારણે ઘરમાં પણ અનેક વખત પ્રોબ્લેમો થતા હતા .જે દીકરીના લગ્ન્ બાબતના વિચારોના  આવેશમાં આવી આ ઘટનાને અંજામ આપ્યો હતો.  જે બાબતે અમારા ભાણેજને બળજબરીપૂર્વક લઈ જઈ અને મારી નાખવા મજબૂર કરતા ધોરાજી પોલીસ સ્ટેશનમાં હરેનભાઈ નિરંજનભાઈ જયસ્વાલ ઉંમર વર્ષ 42 ની વિરૂદ્ધમાં ગુનો દાખલ કરાવતા તાલુકા પોલીસે તેમને વિરૂદ્ધમાં બી એન એસ 303/ (1) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .


Google NewsGoogle News