Get The App

ખંભાળિયા પાલિકાને લાઈટ બિલનાં પૈસા ચૂકવવા માટે 'લોન' લેવાની નોબત

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ખંભાળિયા પાલિકાને લાઈટ બિલનાં પૈસા ચૂકવવા માટે 'લોન' લેવાની નોબત 1 - image


શાસક ભાજપનાં અઢી દાયકાનાં અણધડ વહીવટથી તિજોરી તળિયા ઝાટક : આંતરિક વિખવાદનાં કારણે દોઢ દાયકાથી કરવેરામાં વધારો અને વસૂલાત પણ ખોરંભે, બાંધકામ મંજૂરીની સત્તા છીનવાતાં મહત્વની આવક બંધ થવાથી વિકટ સ્થિતિ

ખંભાળિયા, : છેલ્લા આશરે અઢી દાયકાથી ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકામાં આંતરિક વિખવાદનાં કારણે દોઢેક દાયકાથી કોઈપણ પ્રકારનો વેરા વધારો કરાયો નથી. નગરપાલિકાની સામાન્ય સભામાં દર વર્ષે એકાદ વખત કરવેરો વધારવાની દરખાસ્ત  કરવામાં આવે છે, પરંતુ અસંતુષ્ટ જાગૃત સદસ્યો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવતા કરવેરા વધારવાની દરખાસ્ત લેવામાં આવતી નથી.  એના કારણે હાલની પરિસ્થિતિમાં નગરપાલિકાને લાઈટ બિલના પૈસા ચૂકવવા માટે ફાઈનાન્સ બોર્ડ પાસેથી લોન લેવી પરિસ્થિતિ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ખંભાળિયા નગરપાલિકામાં રૂટિન ખર્ચ માટે વોટર વકર્સ, સફાઈ તેમજ દીવાબત્તી વેરા સ્વરૂપે આવક થાય છે. જેમાં વોટર વર્ક્સમાં તો લાખના બાર હજાર જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. શહેરમાં રોજના માત્ર બે રૂપિયાથી પણ ઓછી રકમમાં વાષક રૂ. 600 લઈને નગરપાલિકા પાણીનું વિતરણ કરે છે. જેથી નગરપાલિકાને આશરે રૂપિયા 60 લાખ જેટલી આવક સામે દોઢથી 2કરોડ રૂપિયાની જાવક થાય છે. જ્યારે શહેરમાં એક ટેન્કર પાણીનો ભાવ રૂપિયા 700 થી 800  છે. આ સાથે સફાઈ વેરા સ્વરૂપે એક મિલકત ધારક પાસેથી રૂપિયા 125 અને તેટલો જ દીવાબત્તી વેરો મળે છે.

શહેરમાં બાંધકામની મંજૂરીની સત્તા નગરપાલિકા પાસે હતી. જેની આવકથી વિકાસ કામો થઈ શકતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સત્તા આવે ધખાડાધ (ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ) પાસે ચાલી જતા આ આવક પણ બંધ થઈ ગઈ છે. નગરપાલિકાના સ્વભંડોળમાં કોઈ મોટી આવકનો ોત ન હોવાથી હવે નગરપાલિકાને લાઈટ બિલ ભરવાના પણ સાંસા થઈ ગયા છે. જાણવા મળતી વિગત મુજબ હાલ રૂ. 90 લાખનું લાઈટ બિલ બાકી હોય, પાલિકા દ્વારા ફાયનાન્સ બોર્ડ પાસે લોન માંગવામાં આવી છે. 

નબળા રોડ તૂટે એટલે સ્વભંડોળમાંથી બેફામ ખર્ચ

ખંભાળિયા નગરપાલિકાના સત્તાધીશો કાર્યદક્ષ નહીં હોવાથી કરોડો રૂપિયાની કરજદાર બની રહ્યાના અહેવાલોથી સન્નાટો છવાયો છે. ઘી ડેમમાં પાણીની કમી સર્જાય ત્યારે પાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડ પાસેથી પાણી વેચાણથી મેળવવામાં આવે છે, જેથી વર્તમાન તથા પૂર્વ સંચાલકો દ્વારા પાણી મેળવવામાં આવતા રૂપિયા નવ કરોડ રૂપિયા જેટલી રકમ આપવાની થાય છે તેમજ સ્ટ્રીટ લાઈટના બિલ પેટે રૂા.૭પ લાખ જેટલી રકમ પણ ચૂકવવાની બાકી છે. વળી  પાલિકા વિસ્તારોમાં બનાવવામાં આવતા રસ્તાના કામો પણ એટલી નબળી  ગુણવત્તાના બનાવવામાં આવે છે કે માત્ર બે-ચાર માસમાં જ ખાડા પડી જવાથી પેચવર્ક કરવા સ્વભંડોળમાંથી વારંવાર લાખોનો વધારાનો ખર્ચો કરાતા પાલિકાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે.  સમગ્ર વહીવટ છેલ્લા 20 વર્ષથી રામ ભરોસે ચાલે છે અને પ્રતિદિન પાલિકા વધુને વધુ કરજદાર બની રહી છે. 



Google NewsGoogle News