સુરતમાં IT એન્જિનિયરનાં આપઘાત કેસમાં ઘટસ્ફોટ, દુકાનમાંથી છરો ખરીદતા CCTV સામે આવ્યા
IT engineer's Self-Destruction : સુરતના વેસુ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અક્ષત મુકેશભાઈ શાહ 15 એપ્રિલે (મંગળવાર) બપોરે તેનું ગળું કપાયેલી હાલતમાં તથા હાથ અને પગના ભાગે તિક્ષણ હથિયારના નિશાન મળ્યા હતા. જે યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા તે અંગે તપાસ કરવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકવનારો ખુલાસો થયો છે. અક્ષત હોટલમાં આવતાં પહેલાં નજીકની દુકાનમાં છરી ખરીદતો જોવા મળે છે અને ત્યારબાદ હોટલમાં જઇને તેણે જાતે શરીર પર છરીના ઘા મારી આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
શું હતો સમગ્ર મામલો?
મૂળ મહેસાણાના ઊંઝાનો વતની અને હાલમાં વેસુ વિસ્તારમાં વીરભદ્રા નાઇટ્સમાં રહેતો 35 વર્ષીય અક્ષત મુકેશભાઈ શાહ 15 એપ્રિલે (મંગળવાર) બપોરે તેનું ગળું કપાયેલી હાલતમાં તથા હાથ અને પગના ભાગે તિક્ષણ હથિયારના નિશાન મળ્યા હતા. જેથી તેને તરત સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે તેના ગળાના ભાગે ઉંડા ઘા, બંને હાથની કોણીની ઉપર અને નીચે ભાગ અને બંને પગના ઘુંટણના ઉપર અને નીચે ભાગે ઈજાના નિશાન હતા. આ ઈજા તિક્ષણ હથિયારથી થઈ હતી.
અક્ષતના મોત અંગે તેમના પરિવાર સહિતને જાણ થતા મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અક્ષતે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ, તે અંગે રહસ્ય સર્જાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે વેસુની હોટલું એલિગન્ટના સીસીટીવી કેમેરામાં એકલો દેખાતા હોટલના બાથરૂમમાં લોહીના ડાખ મળ્યા હતા. જેથી તેણે જાતે શરીરે ચપ્પુ વડે ઘા માર્યા બાદ ચોથા માળેથી નીચે પટકાયાની શક્યતા વ્યક્ત કરાઇ હતી. તેની પાસેથી સ્યુસાઇટ નોટ મળી હતી. જેથી તેણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
અક્ષતને એક દોઢ વર્ષનો પુત્ર છે. તે બેંગ્લોર ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને વર્ક ફોર્મ હોમ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી કામ કરતો હતો. વેસુ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં ઓફિસમાં કામ કરતો હતો. તેની પત્ની ડેન્ટીસ્ટ છે.