Get The App

IPS હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપાઈ,સાંજ સુધીમાં ચાર્જ સંભાળશે

100 દિવસની અંદર પ્રશ્નપત્ર કાઢવાથી લઇને પરીક્ષા કેન્દ્રોનું આયોજન કરવામાં આવશે

LRDની પરીક્ષા IPS હસમુખ પટેલના નેતૃત્વમાં લેવામાં આવી હતી

Updated: Feb 6th, 2023


Google NewsGoogle News
IPS હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપાઈ,સાંજ સુધીમાં ચાર્જ સંભાળશે 1 - image
IMAGE -FACEBOOK


ગાંધીનગર, 6 જાન્યુઆરી 2023 સોમવાર

ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ સરકારે આરોપીઓ સામે ગાળિયો કસ્યો છે. ત્યારે હવે  હવે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલની જવાબદારી હેઠળ આગામી દિવસોમાં ભરતી પરીક્ષાનું આયોજન થઇ શકે છે. LRDની પરીક્ષા IPS હસમુખ પટેલના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ તેને લઇને પરીક્ષામાં કોઇપણ જાતનો ઓહાપોહ થયો ન હતો અને પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી.

પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપાઈ
જે રીતે પંચાયત વિભાગની પરીક્ષાઓની અંદર પેપર લીકની ઘટનાઓ બની છે, તેને રોકવા હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાવાની છે અને પરીક્ષાના પેપર લીકની ઘટનાઓ રોકવા આગામી સમયમાં કાયદો પણ બનવાનો છે. બજેટ સત્રમાં આ કાયદા અંગે કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. 

હસમુખ પટેલ પરીક્ષા અંગેની કવાયત શરુ કરશે
હસમુખ પટેલ આજે સાંજ સુધીમાં ચાર્જ સંભાળે તેવી સંભાવના છે. ચાર્જ સંભાળ્યા બાદ હસમુખ પટેલ પરીક્ષા અંગેની કવાયત શરુ કરશે. 100 દિવસની અંદર પ્રશ્નપત્ર કાઢવાથી લઇને પરીક્ષા કેન્દ્રોનું આયોજન કરવાનું રહેશે. 15 લાખથી પણ વધુ પરીક્ષાર્થીઓ આ વખતે પરીક્ષામાં બેસવાના હતા, ત્યારે ફરીથી પરીક્ષાનું આયોજન ટુંક સમયમાં કરવુ તે પડકારદાયક પણ બનશે.


Google NewsGoogle News