ભાજપના કોર્પોરેટર સાથે જમીનના ઠગાઇ કેસની તપાસ ઇકો સેલ કરશે
વડોદરાઃ ભાજપના કોર્પોરેટર સાથે જમીનનો સોદો કરી ઠગાઇ કરવાના બનાવની તપાસ ઇકો સેલને સોંપાઇ છે.
કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે સુખલીપુરા ગામની જમીનનો સોદો કરી રૃ.૨૧ લાખની રકમ મેળવી લીધા બાદ બોગસ જમીન માલિક રજૂ કરી વેચાણ દસ્તાવેજ કરાવી લેવાયો હતો.જે અંગે તેમણે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજા સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
પોલીસે આ કેસમાં જમીન માલિક તરીકે હાજર થયેલા કમલેશના કાકાની જમીન સાચવતા જામાજી સોઢાને ઝડપી પાડયો હતો.જ્યારે બે વોન્ટેડની તપાસ ચાલી રહી હતી.જે દરમિયાન આ બનાવની તપાસ સમા પોલીસ પાસેથી લઇને ઇકો સેલના પીઆઇ રાકેશ ઠાકરને સોંપવામાં આવી છે.