Get The App

3 વર્ષ પછી યુનિ.સત્તાધીશોએ અધ્યાપકોના પ્રમોશન માટેના ઈન્ટરવ્યૂ શરુ કર્યા

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
3 વર્ષ પછી યુનિ.સત્તાધીશોએ અધ્યાપકોના પ્રમોશન માટેના ઈન્ટરવ્યૂ શરુ કર્યા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ સુધી અધ્યાપકોના પ્રમોશન માટે ઈન્ટરવ્યૂ યોજાયા નથી અને હવે જ્યારે  વર્તમાન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની ટર્મ પૂરી થવા આવી છે ત્યારે અધ્યાપકોના પ્રમોશન માટે ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી વિગતો પ્રમાણે સત્તાધીશોએ આ ઈન્ટરવ્યૂ પણ ભારે ગુપ્તતા વચ્ચે યોજવાનું શરુ કર્યું છે.અત્યાર સુધીમાં લો ફેકલ્ટી, મેનેજમેન્ટ ફેકલ્ટી અને સોશિયલ વર્ક ફેકલ્ટીમાં પ્રમોશન માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે.જ્યારે કોમર્સ ફેકલ્ટીના એકાઉન્ટ વિભાગના ઈન્ટરવ્યૂ આવતીકાલ, સોમવારે યોજાનાર છે.

અધ્યાપક આલમમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કોમર્સ ફેકલ્ટીના વર્તમાન ડીન પ્રો.કેતન ઉપાધ્યાયની મુદત પૂરી થઈ રહી છે અને  વાઈસ ચાન્સેલરની નિકટના ગણાતા એક અધ્યાપકને ડીન બનાવવાની ગણતરીથી એકાઉન્ટ વિભાગના ઈન્ટરવ્યૂ પહેલા યોજવામાં આવ્યા છે.જેથી આ અધ્યાપકને પ્રોફેસર તરીકે પ્રમોશન મળે અને તેમને તા.૧૩ ડિસેમ્બર બાદ ડીન બનાવી શકાય.એ પછી કોમર્સના બીજા વિભાગોના ઈન્ટરવ્યૂ ક્યારે થશે તેના પર સવાલ છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષથી પ્રમોશન આપવાનું બંધ હોવાથી ૩૦૦ જેટલા અધ્યાપકો બઢતીથી વંચિત છે.હવે સત્તાધીશોને રહી-રહીને લાગ્યું છે કે, પ્રમોશન નહીં આપીને અધ્યાપકો સાથે અન્યાય થઈ રહ્યો છે.એટલે ભારે ગુપ્તતા વચ્ચે ઈન્ટરવ્યૂ લેવાનું શરુ કરી દેવાયું છે.જેની ઘણા અધ્યાપકોને તો ખબર સુધ્ધાં નથી.


Google NewsGoogle News