લો બોલો! ઇતિહાસમાં પ્રથમ વખત કુલપતિ બનવા માટે હવે કર્મચારીની જેમ પ્રેઝન્ટેશન-ઈન્ટરવ્યૂ આપવું પડશે

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
VEER-NARMAD-SOUTH-GUJARAT-UNIVERSITY


Interviews and Presentations Now Mandatory for VC post: ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના ઇતિહાસમાં પ્રથમ વખત કુલપતિ પદ માટે ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન યોજવા જઈ રહ્યા છે. રાજયની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ માટે પહેલી વખત ઉમેદવારોને ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન આપવા માટે આજે (3 જૂને) અરજી કરનારા તમામ 34 ઉમેદવારોને રૂબરૂ બોલાવાયા છે.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ટર્મ પૂરી થયા બાદ નવા કુલપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સર્ચ કમિટી દ્વારા તમામ ઉમેદવારો પાસેથી અરજી મંગાવ્યા બાદ ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન આપવા આજે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે. કયા મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન આપવાનું રહેશે તેની યાદી પણ આપી દેવામાં આવી છે. સર્કિટ હાઉસમાં આજે- બુધવારે થનારા ઇન્ટરવ્યુંમાં કુલપતિપદ માટે દાવેદારી કરનારા તમામ સિનિયર પ્રોફેસરોએ પહેલી વખત 10 મિનિટનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે.  

અરજી કરનારા ઉમેદવારોની ફરિયાદ છે કે સર્ચ કમિટીના ચેરમેન દ્વારા પોતાની રીતે મનસ્વી રીતે નિર્ણય લઇ રહ્યા છે. અત્યાર સુધી ક્યારેય પણ સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવ્યા નથી ઉમેદવારોની અરજી સાથે આવેલા બાયોડેટા અને તમામ શૈક્ષણિક વિગતોની સ્કૂટીની સર્ચ કમિટી દ્વારા કરીને ત્રણ નામ સરકારને મોકલી દેવામાં આવે છે. 

આ ઉપરાંત ઉમેદવારોને રૂબરૂ આવવા માટે પીએડીએની પણ કોઈ જોગવાઈ કરાવી નથી તમામ ઉમેદવારોએ પોતાના સ્વ-ખર્ચે આવવાનું છે. 10 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા સિનિયર પ્રોફેસરોને આ રીતે કર્મચારીની જેમ ઇન્ટરવ્યૂ આપવું પડે તે દુઃખદ બાબત આ મુદ્દે સરસ કમિટીના ચેરમેન સામે શિક્ષણ વિભાગમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. કમિટીના આ પ્રકારના નિર્ણય સામે ઉમેદવારોમાં હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 

દેશની તમામ યુનિવર્સિટીઓમા સરકાર દ્વારા કોઇપણ એક ઉમેદવારને કુલપતિ તરીકે પસંદગી કરીને સરકારને મોકલી આપવામાં આવે છે. ગુજરાતમાં નવા યુનિવર્સિટી એકના અમલ બાદ પણ જે સરકારી યુનિવર્સિટીમાં કુલપતિ નિમાયા છે તેમાં ક્યાંય પણ ઇન્ટરવ્યૂ લેવાયા નથી કે પ્રેઝન્ટેશન લેવાયું નથી.  

કુલપતિ પદ માટે દેશમાં ક્યાંય પ્રેઝન્ટેશન લેવાતું નથી... 

કુલપતિ પદ માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોની ફરિયાદ મુજબ દેશમાં ક્યાંય પણ સ્ટેટ યુની.મા કુલપતિ પદ માટે પ્રેઝન્ટેશન નથી. પ્રેઝન્ટેશન કરવાની ફરજ દેશમાં કોઇપણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પાડવામાં આવી નથી. સુરતની યુનિવર્સિટીમાં સર્ચ કમિટીએ કરેલા આ પ્રકારના આદેશના શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી પણ શકયતા છે.

ઉમેદવારોએ કયા મુદ્દે પ્રેઝન્ટેશન આપવાનું રહેશે...

તમામ ઉમેદવારોએ જુદા જુદા ચાર મુદ્દાઓ જેવા કે વ્યવસાયિક અને એકેડેમીક નેતૃત્વના અનુભવો સહિતની કારર્કિદી, એેકેડેમિક સર્વશ્રેતાના વિકાસ અને રિસર્ચ પ્રકલ્પો અંગેના આપના દ્રષ્ટિકોણ અને વિઝન, સર્વ સહભાગીઓનો સમાવેશ કરીને કેમ્પસને ધબકતુ કરવા અંગે આપના વિચારો, યુનિવર્સિટીની પ્રતિા વધારવા અંગેના અને સર્વ સહભાગીઓ સાથે વધુ ગાઢ વાતાવરણ સર્જવા અંગેના આપના વિચારો જેવા મુદ્દાઓ પર ફરજિયાત 10 મિનિટનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે. આ પ્રેઝન્ટેશનની સાથે સાથે પ્રશ્ન-જવાબ સેશન પણ રાખવામાં આવ્યું છે. આ તમામ ઉમેદવારોએ આજે ક્લાર્ક  કે અન્ય પોસ્ટની જેમ હાથમાં ફાઇલ લઇને સર્કિટ હાઉસમાં હાજર થઇને સર્ચ કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન કરવા માટે લાઇનમાં બેસવું પડશે. 



Google NewsGoogle News