વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સશક્ત ભવિષ્ય માટે જાતીય સમાનતા થીમ પર ઉજવણી કરાશે
વડોદરા, 07 માર્ચ, 2022
વડોદરામાં 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2022- 23 માટે સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા 8મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ભવિષ્ય માટે જાતિય સમાનતા જાહેર કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાલક્ષી થીમ આધારીત કાર્યક્રમો યોજવામાં આવનાર છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 8 માર્ચના રોજ સવારે 9:30 કલાકે શહેરના સયાજી નગરગૃહ, અકોટા ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાંશહેર જિલ્લાની અગ્રેસર મહિલાઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે. પંચાયત સ્તરે તેમજ નગરપાલિકા, મહાનગરપાલિકા સ્તરે સામાજિક અને આર્થિક વિકાસમાં સ્થાનિક રીતે યોગદાન આપી રહેલ મહિલાઓનું સન્માન કરવામાં આવશે.