માતૃભાષાના જતનની સાથે અન્ય ભાષાઓમાં પારંગત, ડૉ.નીરજા ગુપ્તા આઠ ભાષાના જાણકાર

ડૉ.નીરજા ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ છે

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
માતૃભાષાના જતનની સાથે અન્ય ભાષાઓમાં પારંગત, ડૉ.નીરજા ગુપ્તા આઠ ભાષાના જાણકાર 1 - image


Dr. Neerja Gupta, the first woman Chancellor of Gujarat University : ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડૉ.નીરજા ગુપ્તા ગુજરાતી સાથે બીજી ઘણી ભાષાનું જ્ઞાન ધરાવે છે. ડૉ. નીરજા ગુપ્તા કહે છે, મારા પિતા આર્મીમાં હતા એટલે તેમની ટ્રાન્સફર થતી રહેતી. 1983-84માં મેરઠ યુનિવર્સિટીમાં એમ.એ., એમ.ફિલના સમયે સંસ્કૃતની સાથે ક્લાસિકલ ભાષા શીખવા માટેની પસંદગી કરવામાં આવતી હતી. મેં સંસ્કૃતને બદલે ગ્રીક ભાષા શીખવાનો વિચાર કર્યો હતો. વિવિધ પ્રદેશમાં રહી જેને લીધે બંગાળી, ઉર્દૂ, સંસ્કૃત, પાલી, ઉડીયા, ગ્રીક અને રશિયન જેવી ભાષા શીખવાનો મોકો મળ્યો હતો. અભ્યાસના સમય સિવાય જ્યારે સમય મળતો ત્યારે બીજી ભાષા શીખતી હતી. જે તે પ્રદેશની ભાષા તેની સંસ્કૃતિ અને મૂલ્યોને લોકો સાથે જોડવાનું માધ્યમ બને છે. મારા પતિ પણ ઓએનજીસીમાં જોબ કરતા હતા એટલે બદલી થતા નવા પ્રદેશમાં જઇને બીજી ભાષા શીખવા મળશે તેવું હું સતત વિચારતી હતી. મારા પિતા પરિવારના દરેક સભ્ય એકથી વધારે ભાષા જાણે અને શીખે તેવો આગ્રહ રાખતા. માતૃભાષા જ વ્યકિતની આગવી ઓળખ છે. 1992માં હું પરિવાર સાથે અમદાવાદના ચાંદખેડામાં રહેવા આવી ત્યારે અમે ગુજરાતી કલ્ચરથી પ્રભાવિત થયા અને મેં ગુજરાતી ભાષા શીખી હતી.   

ગ્રીક અને રશિયન ભાષા શીખવી અઘરી 

ગ્રીક અને રશિયન ભાષા શીખવી ઘણી અઘરી છે. ગ્રીક ભાષાની લિપિ મિશ્ર ભાષા જેવી છે. ભાષા વિશ્વના કલ્ચરને જોડવાનું કામ કરે છે. દરેક ભાષા પ્રત્યે મને માન છે અને આવનારા સમયમાં જ્યારે જરૂર પડશે તો બીજી ભાષા શીખીશ.

માતૃભાષાના જતનની સાથે અન્ય ભાષાઓમાં પારંગત, ડૉ.નીરજા ગુપ્તા આઠ ભાષાના જાણકાર 2 - image


Google NewsGoogle News