આજથી વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ, સચિન, લારા, ગેલ સહિત 60 ક્રિકેટરો રમશે
International Masters League In Baroda : ગુજરાતના વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) ટુર્નામેન્ટ આજે શુક્રવાર 28 ફેબ્રુઆરીથી આગામી 7 માર્ચ દરમિયાન યોજાશે. જેમાં સચિન, લારા, શોર્ન સહિત 60 ક્રિકેટરો રમશે. નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમથી ઈન્ડિયાના માસ્ટર્સ અને શ્રીલંકાના માસ્ટર્સ મેચની શરૂઆત થઈ. જ્યારે વડોદરામાં આજે શુક્રવારે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે.
IMLની 6 મેચ રમાશે
વડોદરાના કોટંબી સ્ટેડિમ ખાતે આજે 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન IMLની 6 મેચ રમાશે. જેમાં ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમના માસ્ટર્સ ખેલાડીઓ ફરી ક્રિકેટના મેદાન પર ઉતરશે. જેમાં સચિન તેંડુલકર, યુવરાજસિંગ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, શોર્ન માર્શ, ક્રિશ ગેલ સહિતના 60 કિક્રેટર માસ્ટર લીગમાં રમશે.
આ પણ વાંચો: IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી થશે મહામુકાબલો, ત્રણ મેચ રમાવાની શક્યતા
મેચમાં માસ્ટર્સ ખેલાડીઓ જોવા મળશે
વડોદરાના કોટંબી સ્ટેડિમ ખાતે આયોજિત ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં 2000 અને 2010 દાયકાના મહાન ખેલાડીઓ જોવા મળશે. IMLની ટુર્નામેન્ટમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના અને અંબાતી રાયડુ જોવા મળી શકે છે. જ્યારે ઓલરાઉન્ડર તરીકે પઠાણ બ્રધર્સ ઈરફાન અને યુસુફ રહેશે અને નમન ઓઝા વિકેટ કિપિંગ કરશે.