વડોદરામાં કાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે, દેશ-વિદેશના પતંગ બાજ ભાગ લેશે
Vadodara Kite Festival : ગુજરાતમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. વડોદરામાં તારીખ 12 ના રોજ શહેરના નવલખી ગ્રાઉન્ડ ઉપર સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. જેમાં દેશ-વિદેશના પતંગ બાજ વિદેશી પતંગો સાથે પોતાના કરતબો દર્શાવશે. સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની એક દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે.
સરકાર દ્વારા આ ઉજવણી સંદર્ભે 15 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવનાર છે. આ વખતે રાજ્યના 11 શહેરોમાંથી 447 પતંગ બાજ રાજ્યમાં યોજાનાર પતંગ મહોત્સવમાં ભાગ લેનાર છે. કાલે વડોદરાની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પતંગ મહોત્સવ ઉજવાશે.