ભાવનગરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર લગ્નગ્રંથિથી જોડાશે, ચેતન સાકરિયા-મેઘના જાંબુચા પ્રભુતામાં પગલાં માંડશે
Chetan Sakariya Will get married: ભાવનગરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતન સાકરિયા અને મેઘના જાંબુચા આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે, મેઘના જાંબુચા મુળ રાજકોટની છે. તે સૌરાષ્ટ્રની સિનિયર વિમેન્સ ક્રિકેટ ટીમમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. ગયા વર્ષે બંનેની સગાઈ થઈ હતી.
આ પણ વાંચો: 'લોકો ભૂલી ગયા કે મેં રોહિત શર્માને...', ટીમ ઈન્ડિયાના 'દાદા' એ આપ્યો ટીકાકારોને જડબાતોડ જવાબ
ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટથી ચેતન સાકરિયાએ શરૂઆત કરી
ચેતન સાકરિયા આશરે 13 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમતો હતો. તે ભાવનગર શહેરની સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબમાંથી નિયમીત કોચીંગ લેતો હતો. ક્રિકેટ ક્લબના સિનીયર ખેલાડીઓ દ્વારા તેને કોચીંગ આપવામાં આવતુ હતું. ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટથી તેણે રમવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી વગેરેમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો. ત્યારબાદ તે આઈપીએલ-2020માં આરસીબીની ટીમનો નેટ બોલર હતો, જેમાં તેમણે કેટલાક ઈન્ટરનેશનલ ક્રિકેટર સાથે પ્રેકટીસ કરવા મળી હતી તેથી તેનો સારો અનુભવ મળ્યો હતો. આ ઉપરાંત ચેન્નાઈ ખાતે આવેલ એમઆરએફની ક્રિકેટ એકેડેમીમાં તેમણે ઓસ્ટેલીયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા પાસે તાલીમ લીધી હતી.
આ પણ વાંચો : ધોની એવો ગુસ્સે થઈ ગયેલો કે કહ્યું- 'આને ઘરે પાછો મોકલી દો', સાથી ખેલાડીનો દાવો
ભાવનગરના 3 ખેલાડી આઈપીએલ રમી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરના ત્રણ ખેલાડી આઈપીએલમાં રમી ચૂક્યા છે, જેમાં ચેતન સાકરિયા, શેલ્ડન જેક્સન અને ચીરાગ જાનીનો સમાવેશ થાય છે. ભાવનગરનો ક્રિકેટ ખેલાડી શેલ્ડન જેક્સન કોલકાતાની ટીમમાંથી અગાઉ બે વખત આઈપીએલ રમી ચૂક્યો છે.આ ત્રણેય ખેલાડીએ ભાવનગરનુ ગૌરવ વધાર્યુ છે.