બાન્કો એલ્યુમિનિયમ કામદાર સહકારી મંડળી લી.અને હરિ કો-ઓપ. સોસાયટી લી.ને ફડચામાં લઇ જવા વચગાળાનો હુકમ
Vadodara : વડોદરા તાલુકાની ધી બાન્કો એલ્યુમિનિયમ કામદાર સહકારી મંડળી લી. જેનો નોંધણી નંબર સે-21172 તા. 03/10/1989 છે. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, વડોદરાએ ધી ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961 ની કલમ-107 અન્વયે ધી બાન્કો એલ્યુમિનિયમ કામદાર સહકારી મંડળી લી. ને ફડચામાં લઈ જવાનો વચગાળાનો હુકમ કર્યો છે. આ હુકમ સામે જો કોઈને વાંધો કે રજૂઆત હોય તો એક માસમાં સહકાર અધિકારી શ્રી ફડચા નં. 03, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ નર્મદા ભવન, સી બ્લોક, ચોથો માળ, જેલ રોડને જાણ કરવા માટે જણાવાયું છે. એક માસમાં વાંધો કે રજૂઆતની જાણ ન થતાં આ હુકમને કાયમ કરવામાં આવશે
એજ રીતે વડોદરા શહેરની કારેલીબાગ સ્થિત ધી શ્રી હરિ કો-ઓપ. સોસાયટી લી. જેનો નોંધણી નંબર સે-32278/2000 તા. 04/10/2000 છે. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, વડોદરાએ ધી ગુજરાત સહકારી મંડળી અધિનિયમ - 1961 ની કલમ - 107 અન્વયે ધી શ્રી હરિ કો-ઓપ. સોસાયટી લી. ને ફડચામાં લઈ જવાનો વચગાળાનો હુકમ કર્યો છે. આ હુકમ સામે જો કોઈને વાંધો કે રજૂઆત હોય તો એક માસમાં સહકાર અધિકારી શ્રી ફડચા નં. - 03, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ નર્મદા ભવન, સી બ્લોક, ચોથો માળ, જેલ રોડને જાણ કરવા માટે જણાવાયું છે. એક માસમાં વાંધો કે રજૂઆતની જાણ ન થતાં આ હુકમને કાયમ કરવામાં આવશે તેમ જિલ્લા રજિસ્ટ્રાર, સહકાર મંડળીઓ વડોદરાની એક અખબાર યાદીમાં જણાવાયું છે.