Get The App

વડોદરા: ઓડિટ માટે માહિતી નહિ આપતા સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂ.27,689ની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવા સુચના

Updated: Nov 19th, 2021


Google NewsGoogle News
વડોદરા: ઓડિટ માટે માહિતી નહિ આપતા સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂ.27,689ની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવા સુચના 1 - image


વડોદરા, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર

વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાના ગુજરાત સરકારના સ્થાનિક ભંડોળ હિસાબ ની કચેરી દ્વારા ઓડિટની કામગીરી માં જરૂરી હિસાબી રેકોર્ડ ઓડિટ સમક્ષ રજૂ કરવાની જવાબદારીમાં નિષ્કાળજી રાખનાર ચીફ ઓફિસરને ઓડિટર અને તેના કર્મચારીના વ્યય થયેલા માનવદિન નો પગાર ભથ્થા તથા મુસાફરી વ્યય થયેલા દિવસોનું રૂ.27,689 આર્થિક નુકસાન થયું છે તે રકમ સરકારી તિજોરીમાં તાત્કાલિક જમા કરાવવા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર એ કારણ દર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતની નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઓડિટ સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબ ની કચેરી દ્વારા કરવાનો નિયમ રાજ્ય સરકારે બનાવ્યો છે તે આધારે દર વર્ષે નગરપાલિકાઓ અને કોર્પોરેશનોનું ઓડિટ કરવામાં આવે છે. ત્યારે વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકા નું ઓડિટ છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવતું નથી અને ચીફ ઓફિસર દ્વારા જરૂરી હિસાબી રેકોર્ડ ઓડિટર સમક્ષ રજૂ કરવામાં આવતું નથી આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર દ્વારા ચીફ ઓફિસરને કારણ દર્શક નોટિસ આપી છે.

કારણ દર્શક નોટિસ માં પ્રાદેશિક કમિશનર એ સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસરને જણાવ્યું છે કે સાવલી નગરપાલિકાનું વર્ષ 2019 - 20 નું હિસાબોનું ઑડિટ સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબ ની કચેરી વડોદરા દ્વારા તારીખ 23/ 9/ 2021 દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઓડિટ દરમિયાન વર્ષ 2019- 20 નું તમામ હિસાબી રેકોર્ડ ઓડિટર સમક્ષ રજૂ કરવાની જવાબદારી ચીફ ઓફિસરની હોવા છતાં તેઓએ ઓડિટ દ્વારા આપવામાં આવેલા રેકોર્ડ રજુ કરવા અને માહિતી નું રેકોર્ડ રજૂ કર્યું નથી.

ઓડિટરે હિસાબી રેકોર્ડ વારંવાર માંગ્યો છતાં આપવામાં આવ્યો નથી જેથી જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરી વડોદરા દ્વારા તારીખ 30 /9 /2021 ના રોજ પત્ર લખી આ બાબતનું ધ્યાન દોરી જવાબદાર સામે પગલાં ભરવા જણાવ્યું હતું.

નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર એ કારણ દર્શક નોટિસ માં ચીફ ઓફિસરને વધુમાં જણાવ્યું છે કે ઓડિટમાં હિસાબી રેકોર્ડ રજૂ નહીં કરવું એ ગંભીર બાબત છે આવી ગંભીર બાબત હોવા છતાં તમે ઓડિટમાં રેકોર્ડ રજૂ નહીં કરી ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી છે ઓડિટ શરૂ થયા પછી છ દિવસ સુધી કોઈ રેકોર્ડ રજૂ નહીં કરવાને કારણે મુલત્વી રાખવા આપના દ્વારા જણાવેલ છે જેના કારણે સરકારના અધિકારી અને કર્મચારીના વ્યય થયેલા માનવદિન નો પગાર ભથ્થા તથા

નિષ્ફળ મુસાફરી વ્યય થયેલા દિવસોનું રૂ. 27,689 નું આર્થિક નુકસાન થયું છે તે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી ચલણની એક નકલ પ્રાદેશિક કમિશનરની કચેરી માં મોકલવા જણાવવામાં આવે છે. જેથી તમારી સામે ખાતાકીય પગલાં ભરવા વડી કચેરીએ અહેવાલ કેમ ન મોકલવો તો આ બાબતે પાંચ દિનમાં લેખિત ખુલાસો કરવો નહીં તો આગળની કાર્યવાહી કરાશે.


Google NewsGoogle News