Get The App

સુરતના છઠ્ઠા તાલુકા તરીકે અબ્રામાને બદલે ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા કઠોરને બનાવો

Updated: May 22nd, 2023


Google NewsGoogle News
સુરતના છઠ્ઠા તાલુકા તરીકે અબ્રામાને બદલે ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા કઠોરને બનાવો 1 - image


- ગાયકવાડ સમયના ઐતિહાસિક વારસો ધરાવતા કઠોર ગામમાં લોકોની સુવિધા માટે તેમજ મામલતદાર કચેરી માટે મકાન પણ ઉપલબ્ધ છે

      સુરત


સુરત શહેરના છઠ્ઠા તાલુકા તરીકે અબ્રામા તાલુકો બનાવવાની સરકારમાં કરાયેલી દરખાસ્ત વચ્ચે કઠોર ગામ જુના બરોડા  રાજયના ગાયકવાડ સરકાર વખતનું રાજાશાહી ઐતિહાસિક વારસો ધરાવવાની સાથે કામરેજ તાલુકાનું સૌથી મોટુ ગામ હોવાથી આ અબ્રામાના બદલે કઠોર તાલુકો બનાવવા માટે ફરીથી દરખાસ્ત કરવાની માંગ ઉઠી છે.

સુરત જિલ્લાના ૨૭ ગામો અને બે નગરપાલિકાને સુરત શહેરમાં સમાવ્યા બાદ એક નવો તાલુકો બનાવવા માટે રાજય સરકારે દરખાસ્ત કરતા સુરત જિલ્લા કલેકટરાલય દ્વારા અડાજણ, કામરેજ અને સુરતના કેટલાક વિસ્તારોને સમાવીને અબ્રામા તાલુકો બનાવવાની દરખાસ્ત કરાઇ હતી. અને આ દરખાસ્ત સંભવત મંજુર થઇને અબ્રામા તાલુકાને મંજુરી પણ આપી દેવાઇ છે. હવે ગામો જ સમાવવાના બાકી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે

 ત્યારે અબ્રામા તાલુકાને બદલે કઠોર તાલુકો કરવા માટે સુરત જિલ્લા પંચાયતના માજી સભ્ય પ્રકાશ મૈસુરીયાએ જિલ્લા કલેકટરાલયમાં રજુઆત કરી હતી કે કઠોર એ કામરેજ તાલુકાનું સૌથી મોટી વસ્તી ધરાવતુ ગામ છે. હાલની વસ્તી ૨૫ હજાર છે. કઠોર ગામમાં સિવિલ કોર્ટ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલો, જિલ્લા પંચાયત તથા અન્ય સ્કુલો મળીને ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કઠોર અબ્રામા વેલંજાનું પણ મુખ્ય કેન્દ્ર હોઇ હેડ પોસ્ટ ઓફિસ, જીઇબી, નહેર ખાતાની ઓફિસ, પશુ દવાખાના, સબ પોલીસ સ્ટેશન, શાકભાજી બજાર તથા મહેસુલી રકબો ઘણો મોટો વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીનો તેમજ સરકારી તળાવો પણ ઉપલબ્ધ છે. સરકારી ઓફિસો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ હોઇ જે પૈકી કઠોર ગ્રામ પંચાયતનું નવુ બાંધકામવાળુ મકાન મામલતદાર કચેરી કે સરકારી કચેરીમાં ફેરવી શકાય તેમ છે. આથી કઠોર તાલુકામાં લોકો માટે તમામ સગવડો ઉપલબ્ધ હોવાથી ફરીથી રી-સર્વે કરાવીને અબ્રામા તાલુકાના બદલે કઠોર તાલુકો કરવા માંગ કરાઇ છે. 


Google NewsGoogle News