Get The App

VIDEO : નવસારીના યુવાને ફોલોઅર્સ વધારવા ‘અજગર સાથે હિરોગીરી’ કરવી ભારે પડી, વન વિભાગે જેલમાં ધકેલ્યો

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
VIDEO : નવસારીના યુવાને ફોલોઅર્સ વધારવા ‘અજગર સાથે હિરોગીરી’ કરવી ભારે પડી, વન વિભાગે જેલમાં ધકેલ્યો 1 - image


Navsari News : ગણદેવી નજીકના મટવાડગામે રહેતા યુવાનને સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ વધારવા માટે અજર સાથે હિરોગીરી કરવી ભારે પડી છે. તેણે ગળામાં મહાકાય અજગર વિંટાળી ફિલ્મી ઢબે ડાયલોગબાજી કરતો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ ઉપર હીરોપંતી કરતો વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ અનેક યુઝર્સોએ યુવાનની ટીકા કરી છે, તો બીજીતરફ જીવદાય પ્રેમી અને વન્યજીવ પ્રેમીઓએ યુવાન સામે ફરિયાદ નોંધાવી છે. ગણદેવી વન વિભાગે શિડયુઅલ-1માં સમાવિષ્ઠ વન્ય સંરક્ષણ 1972ની કલમ હેઠળ યુવાનની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે. આ ઉપરાંત આરોપી યુવાનનું ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.

ફોલોઅર્સ વધારવા મહાકાય અજગર પકડ્યો

મળતા અહેવાલો મુજબ, ગણદેવી તાલુકાના મટવાડ ગામે નાયકી વાડ ફળિયામાં રહેતા વિરુ ઉર્ફે વિરલ અરવિંદભાઈ પટેલ (ઉ.વ.22) મજૂરી કામ કરે છે. વિરલે સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ વધારવા માટે ગઈકાલે રાત્રે પોતાના વિસ્તારમાં વિચરણ કરતા એક મહાકાય અજગરને પકડી લીધો હતો અને તેણે ખતરો કે ખેલાડીની જેમ અજગરને ખભા પર મૂકી ગળા ઉપર વીંટળાવી ડાયલોગ બાજી સાથેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કર્યો હતો.

VIDEO : નવસારીના યુવાને ફોલોઅર્સ વધારવા ‘અજગર સાથે હિરોગીરી’ કરવી ભારે પડી, વન વિભાગે જેલમાં ધકેલ્યો 2 - image

વન વિભાગે આરોપીની ધરપકડ કરી એકાઉન્ટ ડિલીટ કર્યું

અજગરની પજવણી કરતો વીડિયો સામે આવ્યા બાદ વન્ય જીવદયા પ્રેમીઓની લાગણી દુબાઈ છે. એટલું જ નહિ કેટલાક સ્થાનિક એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોએ પણ આ મામલે ગણદેવી વન વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ ગણદેવી વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ ધારાના શિડયુઅલ-1માં આવતા અજગરનો વીડિયો વાયરલ કરનાર વિરલ પટેલની તેના ઘરેથી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. આ ઉપરાંત વિભાગે વિરલનો મોબાઈલ જપ્ત કર્યો છે અને તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું છે. ગણદેવી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા આરોપી વિરલ પટેલને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.


Google NewsGoogle News